માંગરોળ ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે પગભર બન્યો.
February 2025 88 views 02 min 14 secરાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના આદિવાસી ખેડૂત હર્ષદભાઈ ભુલજીભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. રાસાયણિક દવા, ખેડ અને ખાતર વગરની પ્રાકૃતિક ખેતી કરનાર હર્ષદભાઈએ સૌપ્રથમ એક એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં ત્રણ વીઘા જમીનમાં ૧૫થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.૨.૫૦ લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.