ADVERTISEMENTs

અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-2024’ યોજાયો.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024’ની ઉજવણીના 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહન આપવા અર્થે યોગ મહોત્સવનું આયોજન.

યોગ મહોત્સવ-2024 / Lopa Darbar

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજરોજ સવારે 6:30 વાગ્યે સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-2024’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેરના નાની વયથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર વર્ષે તા.21 જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીનાં 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામૂહિક યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ખાસ વાત કરીયે તો સુરતના હજારો લોકોએ આજે વહેલી સવારે ઉઠીને સ્વાસ્થ્ય માટે તેમજ યોગ મહોત્સવના ઉપલક્ષ્યમાં એકસાથે યોગઅભયાસ કર્યો હતો.

સામૂહિક યોગાભ્યાસ / LOPA DARBAR

આ યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના સેક્રેટરીશ્રી વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી સત્યજિત પૉલ અને SMC કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તેમજ ઇન્ટર યુનિ. એકસેલરેટર, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.અવિનાશ પાંડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ આગેવાનો અને અધિકારીઓ એ પણ સુરત શહેરની જનતા સાથે યોગાભ્યાસ કર્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related