તન મનને સ્વસ્થ રાખતા યોગની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. યોગ વિદ્યા હવે માત્ર ભારત પૂરતું મર્યાદિત ન રહેતા વિશ્વ યોગ દિનના માધ્યમથી વિદેશોના સીમાડા સુધી પહોચી છે.
સુરત શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા અને ૧૬ લોકોને તાપી નદીમાંથી ડુબતા બચાવનાર, જીવનરક્ષાના કાર્યો સાથે જોડાયેલા સમાજ સેવક પ્રકાશકુમાર વેકરીયા અને તેમના સાથી મિત્રો દ્વારા સ્વીમીંગ પુલના પાણીમાં ‘એક્વા યોગ’ દ્વારા યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી. તેમણે પદ્માસન, શીર્ષાસન, ચક્રાસન, હલાસન, શવાસન, મયુરાસન, ચલ શીર્ષાસન વગેરે જેવા ૧૨ જેટલા આસનો કરી યોગપ્રેમીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે.
શ્રી વેકરીયા જણાવે છે કે, યોગ દિવસ એ માત્ર એક જ દિવસ ફોટોસેશન ખાતર મનાવી, બતાવી રજૂ કરવા માટે નહીં, પણ યોગને દેનિક જીવનશૈલીમાં વણીને અપનાવી લેવામાં જરાય સમય ગુમાવવો ન જોઈએ.
વિશેષમાં પ્રકાશ વેકરીયાએ ઉમેર્યું કે, સ્વરક્ષા અને જીવનરક્ષા માટે પાણીમાં યોગ શીખવા જોઈએ. યોગ અને તરણક્રિયા એ વિશ્વની ઉત્તમ કસરત છે. યોગ વડે લાંબુ, શુદ્ધ અને ૧૦૦ ટકા આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે. લોકો જાગૃત્ત બનશે તો આવનારા સમયમાં ઘણા માનવરોગોમાંથી છુટરારો મળી શકશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login