ADVERTISEMENTs

વિશ્વ હાઈપરટેંશન દિવસ. યુવાવર્ગ માં હાઇપર ટેંશન ના કેસો માં 25 થી 30 ટકા નો થયો વધારો..

હવે બાળકો માં પણ જોવા મળી રહ્યા છે ચિંતાજનક હાયપરટેન્શન નાં કેસો નાની વય માં એટેક,કિડની અને આખો પર અસર

Hypertension Day Image / Ritu Darbar


        આજના ટેકનોલોજી અને ઝડપી  યુગ માં લોકોની જિંદગી પણ ઝડપી બની છે.જેના કારણે લોકોમા હવે બીમારી નું પ્રમાણ પણ વધ્યું છે.ખાસ કરીને હવે લોકો હાઈપરટેંશન નો ભોગ બની રહ્યા છે.તેમાં પણ છેલ્લા 5 વર્ષ માં યુવાવર્ગ માં હાઇપરટેંશન ના કેસો માં 25  થી 30 ટકા જેટલો વધારો થયો છે. તો બીજી તરફ હવે બાળકો પણ હાઇપર ટેન્શન નો ભોગ બની રહ્યા છે.જે ચિંતા નું કારણ છે.17મી મે એટલે વિશ્વ હાઈપરટેન્શન દિવસ. બદલાતી જતી જીવનશૈલી અને ટેકનોલોજીના યુગમાં આજે લોકો દિન-પ્રતિદિન હાઇપર ટેન્શનનો શિકાર બની રહ્યા છે. જેના કારણે અન્ય બિમારીઓનો પણ લોકોએ સામનો કરવો પડી રહ્યો છે .

 

આ અંગે સિવિલ હોસ્પિટલ નાં વિઝિટિંગ કાર્ડિયોલોજિસ્ટ  ડૉ.શિલ્પેશ ચાંપાનેરીયા એ કહ્યું કે"નાની ઉંમર ના લોકો માં હવે બ્લડ પ્રેશર નું પ્રમાણ વધ્યું છે.તણાવ નું પ્રમાણ વધ્યું છે,ઝંક ફૂડ નું પ્રમાણ વધ્યું છે.તેઓ ની રીતભાત બદલાઈ છે.સયુંકત કુટુંબ માં  લોકો હવે નથી રહેતા આ તમામ કારણો છે. હવે લોકો મોટાભાગે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે અને ગેટ ટુ ગેધર કે મિત્રો સાથે મળવાનું ખૂબ ઓછું હોય છે.20 થી 35 વર્ષ ની વય ના લોકો બ્લડપ્રેશર નો શિકાર બને છે.ઘણીવાર ફેમિલી હિસ્ટ્રી પણ હોય છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન મારી  ઓપિડી માં 50 કેસો આવતા હોય છે જેમાંથી 20 થી 25%  કેસો હાયપરટેન્શન ના હોય છે. ચિંતા નો વિષય એ છે કે હવે બાળકોમાં પણ હાઈપરટેન્શન જોવા મળી રહ્યું છે.સ્કૂલો માં  ભણતરનું સ્ટ્રેસ ,કોમ્પિટિશન લેવલ તેમજ બહારની એક્ટિવિટી પણ ઓછી હોય છે તેના કારણે બાળકોમાં મેદસ્વિતા અને સ્ટ્રેસ વધતો ગયો છે. પહેલા બાળકોમાં હાઇપરટેન્શન ના કેસો 0.0 ટકા હતા, જે હવે વધીને એક થી બે ટકા થયા છે. જ્યારે યુવા વર્ગમાં હવે આ કેસો વધીને 25 થી 30 ટકા જેટલા થયા છે જે પહેલા 10 ટકા જેટલા જ હતા.

 

હાઇપરટેંશન થી યુવાવર્ગમાં બીમારી નું પ્રમાણ વધ્યું છે.જેમાં આજે 25 થી 30 વર્ષ ના યુવાનો ને હાર્ટ એટેક આવે છે.ક્યારેક સ્ટ્રોક ના કારણે લકવો,હેમરેજ થઈ જાય છે.આંખ ની બીમારી થાય છે.ઘણીવાર હાઇપરટેંશન થી કિડની પર પણ અસર થાય છે.ઘણીવાર લોકો ના મૃત્યુ પણ થાય છે.જે પ્રમાણ હાલ વધ્યું છે.હાઇપરટેંશન ના દર્દીઓ એ આંખ અને કિડની ની તપાસ દરવર્ષે કરાવી જોઈએ.હાઇપરટેંશન માં બે પ્રકાર ના આવે છે.એક એસેન્સિયલ હાયપરટેંશન હોય અને બીજુ આઇસોલેટેડ સિસ્ટલિક હાઇપરટેંશન હોય છે.બીજા પ્રકાર નું હાયપરટેંશન 50 વર્ષ થી ઉપરના લોકો માં જોવા મળે છે.અને તે એક નેચરલ પ્રોસેસ છે.જ્યારે એસેન્સિયલ હાયપરટેંશન યુવાવર્ગ માં વધુ જોવા મળે છે.

 

 પહેલા ના લોકો પ્રેશર હેન્ડલ કરી શકતા હતા.પરંતુ હવે ના લોકો એ હેન્ડલ નથી કરી શકતા નથી.પહેલા ના લોકો જાતે જ તણાવ માંથી બહાર આવતા હતા.જ્યારે અત્યાર ના લોકો તણાવ સહન નથી કરી શકતા.પહેલા પરિવાર માં સાથે રહેતા તો તણાવ દૂર થતો અત્યારે તે શક્ય નથી.આ હાઇપરટેંશન થી બચવા લોકો એ પોતાની જીવનશેલી સુધારવા ની જરૂર છે.જેમાં સ્મોકિંગ,દારૂ અને અન્ય ખરાબ લતો છોડવી પડે.ખોરાક સુધારવો જોઈએ.પરિવાર નો સ્પોર્ટ જરૂરી છે. માનસિક સ્ટ્રેસ ના લેવો જોઈએ.એજ્યુકેશન નું પ્રમાણ વધારવું જોઈએ.માત્ર ભણતર નહીં ઘડતર જરૂરી છે.કારણકે લોકો આજે માત્ર ચોપડીયું જ્ઞાન ધરાવે છે.પ્રેક્ટિકલી જ્ઞાન નથી.સ્કૂલો માં જે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવવા છે.તે રેગ્યુલર થવું જોઈએ.જેનાથી નાની ઉંમરમાં જ ખબર પડી જાય.આગળ તેનું નિદાન થઈ શકે છે.
   

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related