ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એક વાર એ વાતને દોહરાવી હતી કે, કટોકટી દરમ્યાન ભારતીય નાગરિકો જે તે દેશોમાંથી સલામત પરત ફરી શકે તે માટે ભારત સરકાર હંમેશા અડગ છે અને રહેશે.
મંત્રીએ એપ્રિલ.2 ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન સંબોધનમાં કહ્યું હતું કે, "જ્યારે તમે ભારતની સરહદો છોડો છો અને દુનિયાના અન્ય દેશોમાં જાઓ છો, ત્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે જાઓ કે ભારત સરકાર તમારી સાથે ઊભી છે.
જયશંકરે હૈતીમાં ઓપરેશન ઇન્દ્રાવતી અને યુક્રેનમાં ઓપરેશન ગંગા દ્વારા તેના નાગરિકોને પરત લાવવા માટે ભારતની નિર્ણાયક કાર્યવાહીના તાજેતરના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.
"તમે યુક્રેનનો જ દાખલો લઇ લો, ભારત સરકાર સાતેહ મળીને અમે તે સમયે 90 ફ્લાઇટ્સ ચલાવતા હતા, કેટલાક દેશો 4-5 ફ્લાઇટ્સ ચલાવી રહ્યા હતા, અને ઘણા દેશોએ તો તેમના નાગરિકોને એમ કહીને ત્યાં જ છોડી દીધા હતા, કે જો તમે અટવાઇ ગયા છો, તો ત્યાંથી જાતે જ નીકળી જાઓ, અમે તમારા માટે વધુ કઈ કરી શકતા નથી."
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોની ચિંતાઓને સંબોધતા મંત્રીએ આ લક્ષ્યને હાંસલ કરવા માટે નક્કર પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જાપાન, જર્મની અને ઇજિપ્ત જેવા અન્ય દેશો સાથે મળીને ભારતે વિકસતા ભૂ-રાજકીય પરિદ્રશ્યને પ્રતિબિંબિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સુધારાઓની હિમાયત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જયશંકરે ભારતની વિકાસલક્ષી સિદ્ધિઓ અને સ્થિતિસ્થાપકતાએ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. તેવા ઉદાહરણોનો ઉલ્લેખ કરીને ભારતના વધતા વૈશ્વિક કદને રેખાંકિત કર્યું હતું. તેમણે લોકશાહી અને પ્રગતિની દીવાદાંડી તરીકે ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને કોવિડ-19 મહામારી દ્વારા ઊભા થયેલા પડકારો વચ્ચે તેની આર્થિક સ્થિતિસ્થાપકતાની નોંધ લીધી હતી.
વધુમાં, જયશંકરે સામાજિક ક્ષેત્રમાં ભારતના યોગદાન તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં તાંઝાનિયામાં જલ જીવન મિશન જેવી પહેલો સામેલ છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ સમુદાયોને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આવા પ્રયાસો માત્ર વૈશ્વિક વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાને જ પ્રતિબિંબિત કરતા નથી પરંતુ માનવતાવાદી પડકારોનો સામનો કરવાની તેની ક્ષમતાને પણ દર્શાવે છે.
પોતાના સંબોધનમાં, જયશંકરે વૈશ્વિક પડકારોનો સામનો કરવા, તેના વસ્તી વિષયક લાભ, તકનીકી કૌશલ્ય અને આર્થિક ક્ષમતાનો લાભ લેવા માટે મોટી ભૂમિકા ભજવવાની ભારતની તૈયારીની પુષ્ટિ કરી હતી. તેમણે વધુ સર્વસમાવેશક અને ન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હિમાયત કરીને ભારત માટે વિશ્વ મંચ પર પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login