ADVERTISEMENTs

આયોવા કોકસમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વિવેક રામાસ્વામીએ પ્રમુખપદની દાવેદારી છોડી દીધી

અત્યાર સુધીના 95% મતોની ગણતરી સાથે, રામાસ્વામીએ આયોવામાં 300થી વધુ ઈવેન્ટ્સ યોજી હોવા છતા તેમાંથી 7.7% (8,300) મત મેળવ્યા છે.

વિવેકે પોતાના અભિયાનમાં 15 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. / Google

અભિયાનમાં 15 મિલિયન ડોલર ખર્ચ્યા 

અત્યાર સુધીના 95% મતોની ગણતરી સાથે, રામાસ્વામીએ આયોવામાં 300થી વધુ ઈવેન્ટ્સ યોજી હોવા છતા તેમાંથી 7.7% (8,300) મત મેળવ્યા છે. બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ 2024ની ચૂંટણીની પ્રથમ નિર્ણાયક રેસમાં આયોવાના મતદારોનો ટેકો મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ 15 જાન્યુઆરીની સાંજે રિપબ્લિકન પ્રમુખપદની ઉમેદવારી છોડી દીધી હતી. વિવેકે પોતાના આ અભિયાનમાં 15 મિલિયન ડોલર ખર્ચ્યા હતા.

અત્યાર સુધીના 95% મતોની ગણતરી સાથે, રામાસ્વામીએ આયોવામાં 300થી વધુ ઈવેન્ટ્સ યોજી હોવા છતાં માત્ર 7.7% (8,300) મત મેળવ્યા છે. તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ઘણા પાછળ છે, જેમણે 51% મત સાથે રેસ જીતી હતી. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી પછી બીજા ક્રમે છે.

હટી ગયા બાદ રામાસ્વામીએ ટ્રમ્પને સમર્થન આપ્યું

ચૂંટણી મેદાનમાંથી હટી ગયા બાદ રામાસ્વામીએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજનીતિના ટોચના પદ માટેની આ રેસમાં અમેરિકાને પ્રથમ સ્થાન આપવા માટે ઉમેદવાર હોવો જરૂરી છે. તેમને પ્રમુખ પદ માટે મારું સંપૂર્ણ સમર્થન મળશે. વિવેકે કહ્યું કે તેણે સાંજે ટ્રમ્પને ટેકો આપવા અને તેમની સાથે પ્રચાર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ફોન કર્યો હતો. રામાસ્વામીએ તેમની મોટાભાગની ઝુંબેશ ટ્રમ્પની નીતિ પર આધારિત રાખી હતી અને તેને વધુ આગળ લઈ જવાનું વચન આપ્યું હતું.

ટ્રમ્પે શરૂઆતમાં રામાસ્વામીનું સમર્થન કર્યું હતું પરંતુ આયોવા કોકસના ત્રણ દિવસ પહેલા તેમણે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કહ્યુ હતું કે વિવેકે એક મહાન સમર્થક તરીકે તેમનું અભિયાન શરૂ કર્યું હતું. કમનસીબે હવે તે કપટી ઝુંબેશની ચાલ તરીકે તેના સમર્થનને છૂપાવે છે.

રામાસ્વામીએ આયોવાના ડેસ મોઇન્સમાં મોડી રાત્રે ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે,"હું તમને વચન આપું છું, અમે હમણાં જ શરૂઆત કરી રહ્યા છીએ. અપૂર્વા અને હું ક્યાંય જવાના નથી. અમે આગળ વધી રહ્યા છીએ જેથી અમેરિકા પણ આગળ વધે. અમે આ આંદોલનને આગલા સ્તર પર લઈ જઈશું. રાષ્ટ્ર તરીકે આપણા શ્રેષ્ઠ દિવસો હજુ વર્ષો દૂર છે".

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related