અમેરિકાના કોલોરાડો રાજ્યની મુખ્ય કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. યુએસ કેપિટોલ હિંસા કેસમાં કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. આવતા વર્ષની ચૂંટણી પહેલા ટ્રમ્પને એક મોટો ફટકો કોર્ટે આપ્યો છે. રિપબ્લિકન પાર્ટીના સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ યુએસ કેપિટોલ હિંસા કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ઠેરવવાના કોલોરાડો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી છે.
ભારતીય અમેરિકન અબજોપતિ વિવેક રામાસ્વામીએ ટ્રમ્પનો બચાવ કરતા કહ્યું છે કે, જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પને ચૂંટણી લડવાની મંજૂરી નહીં આપે તો તેઓ કોલોરાડોમાં યોજાનારી પ્રાથમિક ચૂંટણીમાંથી હટી જશે. વિવેકે અન્ય ઉમેદવારોને પણ કોર્ટનો નિર્ણય બદલાય નહીં તો ચૂંટણીમાંથી હટી જવાની અપીલ કરી છે.
આ નિર્ણય અંગે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ એક્સ પર એક વિડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે, "જો ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે તો હું પણ તેમાંથી ખસી જઈશ. હું કોલોરાડો GOP પ્રાથમિક ચૂંટણીમાંથી હટી જવાની પ્રતિજ્ઞા લઉં છું." વધુમાં તેમને કહ્યું કે, હું અન્ય દાવેદારો - રોન ડીસેન્ટિસ, ક્રિસ ક્રિસ્ટી અને નિક્કી હેલીને પણ અપીલ કરું છું કે તેઓ પણ ચૂંટણીમાંથી હટી જાય. આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા એક મોટો ફટકો આપતા કોલોરાડો રાજ્યની મુખ્ય કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તેના મતે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે લાયક નથી. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત, 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે.
કોલોરાડોની સર્વોચ્ચ અદાલતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય સામે અપીલ પર આ નિર્ણય આપ્યો છે, જેમાં ટ્રમ્પ 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ પર થયેલા હુમલાના કેસમાં ટોળાને હિંસા માટે ઉશ્કેરવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login