કહેવાય છે કે માનવી માણસ થાય તો ઘણું .આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેને પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે ,પરંતુ આજ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનો નખ્ખોદ વાળ્યો છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો ,વૃક્ષોનું નિકંદન અને કેમિકલ નો ઉપયોગ કરીને પૃથ્વીને નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઈલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે.છેલ્લા બે વર્ષ થી તેમનું પરિવાર અને ગામજનો એ જંગલો માંથી 35 લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવી ને રોપવા ની શરૂઆત કરશે.
હાલમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે ગરમી નો પારો દિન પ્રતિ દિન વધી રહ્યો છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે જ ઋતુઓમાં પણ ફેરફાર થવા લાગ્યા છે .તેનું મુખ્ય કારણ વૃક્ષો ઓછા થતા ગયા છે અને કોંક્રિટ જંગલો વધ્યા છે.ગ્લોબલ વોર્મિંગ ને ઓછી કરવા વૃક્ષો વાવવા ખુબજ જરૂરી છે. જેથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગ ને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે તે જોતા હવે આપણે જાતે જ આનું નિરાકરણ પણ લાવવું પડશે અને એ માટે માત્ર હું જ નહી મારું પૂરું પરિવાર મારા બાળકો અમારી પાંચ પેઢી ,ગામજનો આ તમામે મળીને છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લાના અલગ અલગ જંગલોમાં જઈને 35 લાખ કરતા વધુ બીજ એકત્ર કર્યા છે અને એવું પણ નથી કે કોઈપણ વૃક્ષ ગમે ત્યાં વાવી દેવું ,અમે એવા સીડ્સ ભેગા કર્યા કે જે વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે અને લોકોને ઉપયોગી છે. આ વૃક્ષોમાં ટેટુ ,પાદલ,પાટલો, વારી, મહેસાણા, દટાખ, દાન્દુરો,પતરાડી, નાની ચામોલી, મોટી ચામોલી,ભિલામ, ચારોળી,રગત રોયડો, શિકારી,કોટાળો, કડાયો, ખારસિંધી,મેઢ, સિંધી, મટર, સિંધી, કુંભીયો, બોથી, પંગારો, હીનો, મોખો,સિસમ ,સાગ,ખેર,દંડક માંજો,જંગલી ભીંડી,વરસ,રોયણ, ગોલદા, પાટો ઉભાંડો, આ સિવાય અન્ય ઘણી પ્રજાતિઓ નો સમાવેશ થાય છે. હાલ અમે આ વૃક્ષોના સીડ્સ બોલ બનાવવાની શરૂઆત કરી છે. અને તે પણ અમે વૈજ્ઞાનિક ઢબે બનાવી રહ્યા છે. આ તમામ બીજને અમે વર્મી કમ્પોઝ થકી તૈયાર કરી રહ્યા છે અને જે લોકો પણ આ સીડ્સ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આપીશું અને સાથે અમે પણ આ કાર્ય કરીશું.
સેજલબેન ગરાસીયા એ કહ્યું કે એક માતા તરીકે હું મારા બાળકોને શું આપી શકું એવો વિચાર આવ્યો, ત્યારે મેં વિચાર્યું કે હું મારા બાળકોને ભણતરની સાથે સાથે સારું અને સ્વચ્છ વાતાવરણ આપી શકું તે ઘણું મહત્વનું છે અને તેથી જ અમે આ કાર્યમાં જોડાયા .ઘણા બાળકોને પણ આમાં જોડાયા છે. હું કેમિકલ એન્જિનિયર છું એટલે તેના સાઈડ ઇફેક્ટ થી સારી રીતે પરિચિત છું. અને એટલે જ હાલ વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે.
તિતવા ગામની દરેક ગૃહિણી હાલ વૃક્ષો ને ઉગાડવા નાં કાર્ય માં જોડાઈ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login