ADVERTISEMENTs

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની લડાઈ 'નામ' પર આવી, ટ્રમ્પે હેલીની આ રીતે કરી મજાક

હેલી પર ટ્રમ્પનો આ અંગત હુમલા એવા સમયે આવ્યો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે 2024માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે હેલી ટ્રમ્પની મુખ્ય હરીફ છે.

નિક્કી હેલી 2024માં રિપબ્લિકન પ્રમુખપદના નોમિનેશન માટે ટ્રમ્પની મુખ્ય હરીફ છે. / @thehill

ટ્રમ્પે હેલીની આ રીતે કરી મજાક

હેલી પર ટ્રમ્પનો આ અંગત હુમલા એવા સમયે આવ્યો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે  2024માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે હેલી ટ્રમ્પની મુખ્ય હરીફ છે.

આયોવા કોકસમાં વિક્રમી જીત મેળવ્યા બાદ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રિપબ્લિકન પાર્ટીના હરીફ નિક્કી હેલી પર આકર પ્રહાર કર્યા હતા. વધુમાં, પ્રમુખ બિડેનને હરાવવા માટે તે શ્રેષ્ઠ ઉમેદવાર છે તે બતાવવાના પ્રયાસમાં, ટ્રમ્પે હેલીની સરખામણી તેના નામમાં ફેરફાર માટે હિલેરી ક્લિન્ટન સાથે કરી હતી. પૂર્વ વિદેશ મંત્રીના ચહેરા પર હેલીના ચહેરાની તસવીર પોસ્ટ કરી હતી.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતીય-અમેરિકન નિક્કીનો ઝુંબેશ વખતનો એક ફોટો શેર કર્યો હતો અને તેમાં હિલેરીના ચેહરા પર હેલીનો ચહેરો લગાડ્યો હતો. તમને જણાવી દઈએ કે હિલેરી ક્લિન્ટન 2016માં ટ્રમ્પની હરીફ હતી. હેલી પર ટ્રમ્પના આ અંગત હુમલા એવા સમયે આવ્યા છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે 2024માં હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ટ્રમ્પની મુખ્ય હરીફ છે.

હેલીએ  (અગાઉ ટ્વિટર) પર એક નિવેદનમાં જણાવ્યું હતું...

એવું અનુમાન છે કે ન્યૂ હેમ્પશાયરમાં 23 જાન્યુઆરીએ યોજાનારી પ્રાથમિક ચૂંટણીમાં હેલી અને ટ્રમ્પ વચ્ચે મજબૂત સ્પર્ધા થશે. કેટલાક સર્વેક્ષણો દર્શાવે છે કે દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીએ ટ્રમ્પના સમર્થકોની સંખ્યાને સિંગલ ડિજિટ જેટલા ઘટાડી દીધા છે. મંગળવારે હેલીએ જાહેરાત કરી હતી કે હરીફાઈ હવે માત્ર તેના અને ટ્રમ્પ વચ્ચે જ છે. ત્યાર બાદ હેલીએ આગામી રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન ડિબેટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી તે સ્ટેજ પર દેખાશે નહીં જ્યાં સુધી ટ્રમ્પ તેમાં ભાગ લેવા નહી આવે.

હેલીએ X (અગાઉ ટ્વિટર) પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે આ અભિયાનમાં પાંચ મહાન ચર્ચાઓ કરી છે." કમનસીબે, ટ્રમ્પે તે બધાને ટાળ્યા છે. તેમની પાસે છુપાવવા માટે ક્યાંય બચ્યું નથી. હવે પછીની ચર્ચા હું ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જો બિડેન સાથે કરીશ. હું તેની રાહ જોઈ રહી છું.

દરમિયાન, સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટમાં, ટ્રમ્પે હેલીના ભારતીય નામ 'નિમ્રતા'નિક્કી રંધાવા જે તેને જન્મ સમયે આપવામાં આવ્યું હતું તેની ખોટી જોડણી લખી હતી. ટ્રમ્પે લખ્યું છે કે ' ગઈકાલે કોઈ પણ વ્યક્તિ નિક્કી 'નિમ્રદા' હેલીના વિચિત્ર ભાષણને સાંભળશે તો વિચારશે કે તે આયોવામાં જીતી ગઈ છે. પણ તે રોન ડીસેન્કમોનિયસને હરાવી શકી નથી. તેના જવાબમાં હેલીએ X પર લખ્યું કે 'મારા જન્મ પ્રમાણપત્ર પર મારું નામ નિક્કી છે. મેં હેલી સાથે લગ્ન કર્યા. મારો જન્મ 'નિમ્રતા' નિક્કી રંધાવા તરીકે થયો હતો અને મેં માઈકલ હેલી સાથે લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે હિલેરી ક્લિન્ટનને પણ તેમના પહેલા નામ 'રોધામ' માટે આવી જ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રમ્પે 2016ની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન તેમના પ્રથમ નામનો ઉપયોગ ન કરવા બદલ ક્લિન્ટનની મજાક ઉડાવી હતી અને બાદમાં તેમનું હુલામણું નામ 'હિલેરી રોટન ક્લિન્ટન' રાખ્યું હતું. અગાઉ, બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી આયોવા પ્રાથમિકમાં ચોથા સ્થાને રહીને આ સફેદ રેસમાંથી બહાર થઈ ગયા હતા. તેણે પણ પૂર્વ યુએન એમ્બેસેડર હેલી પર તેના જન્મના નામ વિશે નિશાન સાધ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related