ADVERTISEMENTs

'નમો ડ્રોન દીદી' અંતર્ગત હવે ઓલપાડ જિલ્લાની બહેનો પણ ડ્રોન ઉડાવી આત્મનિર્ભર બનશે.

ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂ. ૧ લાખનું ટર્ન ઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.- વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ.

ડ્રોન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી મહિલાઓ પગભર થઈ રહી છે. / માહિતી વિભાગ, ગુજરાત

વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ સ્થિત જીન કંપાઉન્ડ ખાતે “નમો ડ્રોન દીદી યોજના” અંતર્ગત ડ્રોન પાઇલટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે વડાપ્રધાનશ્રીએ “નમો ડ્રોન દીદી યોજના” અમલી બનાવી છે. મહિલાઓને સન્માન મળે એના માટે નમો ડ્રો દીદી નામ આપવામાં આવ્યું છે. દેશભરમાં મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા ૨ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂ.૧ લાખનું ટર્ન ઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી આત્મનિર્ભર બની શકાય છે. સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નત ખેતી માટે ડ્રોન પાઇલટ તાલીમ મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી તમામ ખેડૂત મિત્રોએ આધુનિક યુગમા નવી ટેક્નોલોજીયુક્ત ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ.

ડ્રોન પાઇલટ તાલીમ કાર્યક્રમ / માહિતી વિભાગ, ગુજરાત.

કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી યોગ્ય ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સપનાને સકાર કરવા માટે ૧૫ હજાર નમો ડ્ર્રોન દીદી તૈયાર કરવામાં આવી છે, ત્યારે ધો.૧૦ પાસ હોય તેવા યુવાઓ માટે રિમોટ પાયલટ કોર્સ શરૂ કરાયો છે, જેમા ડ્રોનની મદદથી બીજ વાવણી અને ખાતર તેમજ કીટનાશક છંટકાવની તાલીમ આપવામાં આવે છે. ડ્રોન ઓપરેટરની સાથે સાથે ડ્રોનના મેન્ટેનન્સ, મેપિંગના કામો પણ શીખી સારૂ વળતર મેળવી શકાય છે. 

વધુમાં રાજ્યમંત્રીશ્રીએ મહિલાઓને એકજૂથ થઈ આગળ વધવા, સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. 

આ પ્રસંગે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી કિરણ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, જિલ્લા આજીવિકા પ્રબંધક નીરવ શાહ, ATDO નરેશભાઇ, અગ્રણીઓ ભરત પટેલ, બ્રિજેશ પટેલ, કુલદીપ ઠાકોર, સુનિલ પોલ, લાલુભાઇ પાઠક, પદાધિકારી-અધિકારીઓ, સખી મંડળની બહેનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં  હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related