ADVERTISEMENTs

કેનેડામાં બે મહિલાઓની હત્યા, પંજાબના યુવકને ભારત મોકલી દેવાયો

કેનેડાની સરકારે પંજાબના એક યુવકને ભારતમા પાછો મોકલી આપ્યો છે. 26 વર્ષીય બિપિનજોત ગિલ 2016માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. લગભગ એક વર્ષ પહેલાં તેને કાર અકસ્માતમાં બે લોકોના મોત માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

બિપિનજોત ગિલને કારને ટક્કર મારવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. / પ્રતિકાત્મક ફોટો સૌજન્ય સોશિયલ મીડિયા

કેનેડાની સરકારે પંજાબના એક યુવકને ભારતમા પાછો મોકલી આપ્યો છે. 26 વર્ષીય બિપિનજોત ગિલ 2016માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. લગભગ એક વર્ષ પહેલાં તેને કાર અકસ્માતમાં બે લોકોના મોત માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 
પંજાબના વતની બિપિનજોત ગીલે 2018માં બો વેલી કોલેજમાંથી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. તેના માતાપિતા અને ભાઈ અસ્થાયી વિઝા પર કેનેડામાં રહે છે જ્યારે તેના કાકા અને દાદા દાદી કેનેડિયન નાગરિક બની ગયા છે.

બિપિનજોત ગિલને 18 મે, 2019ના રોજ આલ્બર્ટા પ્રાંતના કેલગરીમાં લાલ લાઈટ તોડીને અકસ્માત સર્જવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અકસ્માત મેટિસ ટ્રેલ અને 128 એવન્યુ એન.ઇ. નજીક થયો હતો. આ આંતરછેદ પર બન્યું ત્યારે ગિલ, જે હ્યુન્ડાઈ કાર ચલાવી રહ્યો હતો, તેણે લાલ લાઈટ તોડતી વખતે ટોયોટા કોરોલા કારને ટક્કર મારી હતી. 

આ અકસ્માતમાં બે મહિલાઓ - 31 વર્ષીય ઉઝમા અફઝલ અને તેની 65 વર્ષીય માતા બિલકીસ બેગમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટોયોટા કાર ચલાવી રહેલા બિલ્કીસના પતિ અને કારમાં મુસાફરી કરી રહેલા ઉઝમાના પતિને ગંભીર ઈજા થઈ હતી. 

તાજેતરમાં ફેડરલ કોર્ટના ન્યાયાધીશે દેશનિકાલના આદેશ પર સ્ટે મૂકવાની તેમની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું કે આરોપીએ ગંભીર ગુનો કર્યો છે જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ગુનાને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પીડિત પરિવાર તેમના પ્રિયજનોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. આવી સ્થિતિમાં તેને કોઈ છૂટ આપી શકાય નહીં.  ન્યાયાધીશે ગિલના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે તે ભારત પરત ફર્યા પછી તેની માનસિક સમસ્યાઓની સારવાર કરાવી શકશે નહીં. તેણે ડ્રગ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કર્યો છે. જો તેને યોગ્ય સારવાર ન મળે તો તેની હાલત વધુ બગડી શકે છે. 

બિપિનજોત ગિલને એપ્રિલ 2023માં આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. નવેમ્બરમાં તેને નજરકેદ, 300 કલાકની સમુદાય સેવા અને એક વર્ષ પ્રોબેશનની સજા ફટકારવામાં આવી હતી. ઑગસ્ટ 2019માં, અકસ્માતના ત્રણ મહિના પછી, ગિલને ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનો ભંગ કરીને ભાગી જવા માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આ પછી, 6 સપ્ટેમ્બર 2022 ના રોજ, તેને ભારત મોકલવાનો આદેશ જારી કરવામાં આવ્યો. આ આદેશને ગિલ દ્વારા ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related