ડીસેમ્બર મહિનો આવે એટલે ગુજરાતમાં નોન રેસિડેન્ટ ગુજરાતીઓ [NRGs] મોટી સંખ્યામાં આવતા હોય છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વિદેશીઓ ઉતરે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે અમેરિકાથી આવતી મોટાભાગની ફ્લાઈટ સૌથી વધુ ગુજરાતીઓ હોવા છતાં ગુજરાતથી અમેરિકા જવા માટે સીધી કોઈ ફ્લાઈટ નથી. જેના કારણે અનેક લોકોને પૈસાનો વેડફાટ તો થાય જ છે, સાથે સમય પણ બગડે છે.
મુંબઈથી અમેરિકાના અનેક શહેરોની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતથી અમેરિકાની સીધી ફ્લાઈટ નથી, જેના કારણે ગુજરાતીઓને અમેરિકા જવા માટે બેંગ્લોર, દિલ્હી, મુંબઈથી ફ્લાઈટ બદલવી પડે છે. જેના કારણે સ્થિતિ એવી થાય છે કે, એરપોર્ટ ઉપર કલાકોના કલાકો સુધી બેસવું પડે છે. તો બીજી તરફ અમેરિકા જવા માટે વૃદ્ધોને ચેકઈનમાં સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
એક રીપોર્ટ અનુસાર, અમદાવાદથી અમેરિકા માટેની સીધી ફ્લાઈટ ૨૦૦૭માં શરુ કરવામાં આવી હતી. પરંતુ ૨૦૧૨માં કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. આ પછી ફરીથી સીધી ફ્લાઈટ શરુ કરવામાં આવી હતી. બાદમાં કોરોનાકાળમાં બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોના મહામારી પૂરી થઇ ગઈ હોવા છતાં અમેરિકા માટેની ફ્લાઈટ શરુ કરવામાં આવી નથી. અમેરિકાથી અમદાવાદની ફ્લાઈટનો સ્લોટ હોવા છતાં ફ્લાઈટ શરુ કરવામાં શું સમસ્યા આવે છે તે હજુ સુધી ખબર પડતી નથી.
ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિયેશન-અમેરિકાના પ્રમુખના જણાવ્યા અનુસાર, 'અમેરિકામાં ૫૦થી લાખથી વધુ ભારતીયો અને તેમાં પણ ૧૭ લાખથી વધુ ગુજરાતીઓ રહે છે. આ વચ્ચે અમેરિકાથી દર વર્ષે સરેરાશ બે લાખ ગુજરાતીઓ ગુજરાત આવતા હોય છે. આમ છતાં અમદાવાદથી અમેરિકા માટે ડાયરેક્ટ ફ્લાઇટ શા માટે ફરીથી શરુ કરવામાં નથી આવી રહી તે વાત સમજમાં નથી આવતી. અમેરિકાથી અમદાવાદની ફ્લાઈટ શરુ કરવા માટે અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે.'
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login