ADVERTISEMENTs

પાકિસ્તાન સાથે કોઈ વ્યાપાર નહીં થાય - સુરતની મુલાકાતે આવેલ વિદેશ મંત્રી એસ.જયશંકર

અમૃતકાળમાં હું દેશની બહાર સબકા સાથ ઓર સબકા વિકાસની વાત કરું છું અને ગેરંટી બાબતે પણ કહું છું.હું તમને વિશ્વાસ અપાવું છું કે દુનિયાના વિચારો ભારત માટે બદલાઈ ગયા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત કાર્યક્રમમાં એસ જયશંકર / SGCCI

ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજિત "Corporate Summit 2024 - Bharat's Economic Rising"માં વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરએ હાજરી આપી હતી. સુરતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે ગુજરાત આવું મને ખૂબ ગમે છે અને સુરત સાથે મારો ઘણો સંબંધ રહેલો છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મને પણ ચિંતા છે અને આ બાબતે મારી  યુરોપિયન દેશો સાથે મારી વાતચીત થઈ રહી છે અને જી-7 દેશો ના યુનિયન જોડે પણ ચર્ચા કરવામાં આવશે.

સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં પધારેલા વિદેશ મંત્રી એસ જયશંકર રે આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સહિત ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે હું ક્યારેય નથી ભૂલતો કે હું તમારો પ્રતિનિધિ છું.આજનો વિષય ભારત ઇકોનોમિક રાઇઝિંગ છે.અહીંયા આવ્યો ત્યારે મિશન 84 બાબતે પણ માહિતી મળી.10 વર્ષ પહેલા આપણે 11 નંબર પર હતા હવે 5માં નમ્બર પર હતા અને આગામી દિવસોમાં 3જા નંબર આવીશું.5 ટ્રીલિયન ઇકોનોમીને આપણે 30 ટ્રીલિયનની બનાવીશું .અમૃતકાળમાં હું દેશની બહાર સબકા સાથ ઓર સબકા વિકાસની વાત કરું છું અને ગેરંટી બાબતે પણ કહું છું.હું તમને વિશ્વાસ અપાવું છું કે દુનિયાના વિચારો ભારત માટે બદલાઈ ગયા છે.વાઇબ્રન્ટ સમિટના મુખ્ય મહેમાન અબુધાબીના પ્રેસિડેન્ટ હતા.80 બિલિયન ડોલરનો 

ટ્રેડ ભારતનો UAE સાથે થયો છે
તેઓએ વધુમા માં  કહ્યું કે, 10 વર્ષમાં UAE નો વિચાર ભારત માટે બદલાયો છે. બન્ને દેશો વચ્ચે 80 બિલિયન ડોલર ટ્રેડ વધ્યું છે. સાથ જ અમે  મંદિર બનાવવા માટે મંજૂરી માગી અને  તેઓએ મંજૂરી પણ તાત્કાલિક આપી છે. 2016માં પીએમ મોદી UAE ગયા હતા તે અગાઊ ઇન્દિરા ગાંધી ગયા હતાં. જો આપણી તરફ઼થી પ્રયત્ન ન થાય તો વિચાર બદલાશે નહીં. પીએમ મોદી અમેરિકા ગયા ત્રણ દિવસ ત્યાંના પ્રેસિડેન્ટ સાથે રહયા. હું જુનિયર અધિકારી હતો ત્યારથી અમેરિકા વિશે જાણું છું. અમેરિકામાં ટેકનોલોજીના તમામ એક્સપર્ટ વચ્ચે બાઈડન અને પીએમ મોદી પણ હતા. જયારે અમેરિકા ટેકનોલોજી વિશે વિચારે છે ત્યારે તેઓ ભારત સાથે સંબંધ જોડે છે.G20ના સમયમાં બે મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા.જેમાં ભારતથી યુરોપ સુધી એક ઇકોનોમિક કોરિડોર બનનાવવાનો નિર્ણય કરાયો જ્યારે બીજો નિર્ણય ગ્લોબલ બાયો ફ્યુઅલના પ્રયોગને વધારવા બાબતે થયો.એક સમયે સમગ્ર દેશમાં ભારતનો રસ્તો કઇ રીતે શોધવો તે બાબતે વિચારતી હતી અને હવે એ સમય પરત આવ્યો છે.

2014માં દેશમાં 75 એરપોર્ટ હતા આજે તે આંકડો ડબલ છે. આજે રોજ 28 કિલોમીટર હાઇવે બને છે.દર વર્ષે 3 શહેરોમાં મેટ્રો આવી રહી છે.ભારતની પ્રગતિનો પ્રભાવ ખૂબ ઊંડો છે.અત્યારે ભારત સરકારની સોચ એવી છે કે આપણે ત્યાં જ ફ્રી ટ્રેડ કરીશું જ્યા આપણને નુકશાન ન થાય.ઓસ્ટ્રેલિયા uae યુરોપના 4 દેશી સ્વીઝરલેન્ડ અને નોર્વે સાથે ફ્રી ટ્રેડ થયો છે.હ્યુમન રિસોર્સમાં પણ ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.વિકસિત દેશોમાં ઇન્કમ છે પણ વસ્તી વધારો અહીંયા છે.જેથી આજે ગ્લોબલ પ્લેસમેન્ટ પણ આવ્યું છે.શિપિંગમાં ભારત પોતાની ઓળખ બનાવી ચુક્યું છે.છેલ્લા 2 વર્ષમાં આપણા દેશના લોકો વિદેશમાં જાય તો તેમની સુરક્ષા આપણી જવાબદારી છે.જે દેશમાં જાય ત્યાં સ્થાનિક લોકોને જે મળે છે તે આપણા દેશના લોકોને મળવો જોઈએ.જર્મની, ઓસ્ત્રલિયા, ઇટલી, પોર્ટુગીઝમાં મોબિલિટી કોન્ટેક કરાયો છે.આપણી પાસે દેશમાં જ નહીં દેશની બહાર પણ તકો છે.ગુજરાત ફાર્માનું હેડકવાટર છે, વેકસીન હોય કે દવા હોય તેમાં આપણે આગળ છીએ.આપણી ઓળખાણ અને ક્ષમતા પણ બની છે.યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે ઘણા દેશ આપણી પાસે આવ્યા અને આપણી પાસે ઘઉ આપવાનું કહ્યું હતું.ત્યારબાદ વેધર પ્રોબ્લેમને કારણે ભારત પાસેથી ઘણા દેશોએ રાઇસની પણ ડિમાન્ડ મૂકી.



પાકિસ્તાન સાથે કોઈ વ્યાપાર નહિ
પાકિસ્તાન ભારત સાથે વેપાર કરવા માટે ઉત્સુક છે. પાકિસ્તાનના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈચ્છે છે. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સાથે દ્વિતીય સંબંધી વેપાર બંધ છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ છે જ્યારે એક તરફ પાકિસ્તાન ભારત સાથે વેપાર કરવા ઈચ્છે રહ્યો છે ત્યારે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જે શંકરે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ટેરીરિઝમની વાત છે.

અત્યાર સુધી ભારત કોઈપણ પ્રકારે વેપાર કરશે નહીં. સરહદ પર સ્થિતિ સમાન્ય નથી જ્યાં સુઘી સ્થિતિ સમાન્ય નહી થાય ત્યાં સુઘી ટ્રેડની સંભાવનાઓ નથી. ત્રાસવાદ કોઇ પણ સંજોગે ચાલવી લેવાશે નહીં. ટેરીરિઝમનો જવાબ કાઉન્ટર ટેરીરિઝમ છે. જ્યાં સુધી સરહદ પર તણાવની સ્થિતિ રહેશે ત્યાં સુધી પાડોશી દેશ સાથે ટ્રેડ સંભવ નથી.

ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં એસ જયશંકરનું સન્માન કરાયું / SGCCI

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related