ADVERTISEMENTs

મંગળ પર પાણી હતું, NASAના રોવર દ્વારા પુષ્ટિ:

મંગળ પર પાણી હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પર્સિવરેન્સ રોવરના ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પર્સિવરેન્સ રોવર મંગળની સૌથી ખતરનાક સપાટી જાજીરો ક્રેટર પર ઉતર્યું.

Water on Mars / @NASA Google

જમીનથી 65 ફૂટ નીચે પુરાવા મળ્યા; જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં પહેલાં એક વિશાળ તળાવ હોવાની શક્યતા

મંગળ પર પાણી હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પર્સિવરેન્સ રોવરના ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પર્સિવરેન્સ રોવર મંગળની સૌથી ખતરનાક સપાટી જાજીરો ક્રેટર પર ઉતર્યું. જેમાં અહીંથી ખડકોના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ જમીનની નીચે પાણી શોધવાના પ્રયોગો કરવામાં આવ્યા હતા.

હવે વૈજ્ઞાનિકોને તેના ડેટા પરથી જાણવા મળ્યું છે કે મંગળની સપાટીથી 65 ફૂટ નીચે માટીના કણોમાં ભેજ છે. તેમનું કહેવું છે કે જઝીરો ક્રેટર મંગળની સપાટી છે, જ્યાં પહેલા એક વિશાળ તળાવ હતું. વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેય જીવન હતું તો તેના ચિહ્નો અહીં અવશેષોના રૂપમાં જોવા મળશે.

જજીરો ક્રેટર પર લેન્ડિંગ કેમ થયું

વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જજીરો ક્રેટર પર પાણી હતું, તેની પુષ્ટિ માટે પર્સીવરેન્સ રોવરને ત્યાં લેન્ડ કરવામાં આવ્યું હતું

પર્સીવરેન્સ માર્સ રોવર 18-19 ફેબ્રુઆરી 2021ની રાતે મંગળ પર પાણીની પુષ્ટિ અને જીવનની શોધ માટે લેન્ડ થયું હતું. તેણે ભારતીય સમય પ્રમાણે રાતે લગભગ 2 વાગ્યે માર્સની સૌથી ખતરનાક જગ્યા જજીરો પર લેન્ડિંગ કર્યું હતું.

પર્સિવરેન્સ રોવરે સૌથી સચોટ લેન્ડિંગ કર્યું

નાસાએ દાવો કર્યો હતો કે પર્સિવરેન્સનું લેન્ડિંગ એ ઈતિહાસમાં મંગળ પર રોવરનું સૌથી ચોક્કસ લેન્ડિંગ હતું. આ 6 પૈડાવાળું રોવર સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની સફર પૂર્ણ કરીને ઝડપથી તેના લક્ષ્યની નજીક પહોંચી ગયું હતું. છેલ્લી સાત મિનિટ અત્યંત મુશ્કેલ અને જોખમી હતી. આ સમયે તે માત્ર 7 મિનિટમાં 12 હજાર માઈલ પ્રતિ કલાકથી 0ની ઝડપે આવી ગયું હતું. આ પછી લેન્ડિંગ થયું.

રોવરે ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું

તેના ટેસ્ટિંગનાં થોડા દિવસો પછી પર્સિવરેન્સ રોવરે મંગળનું પ્રથમ ઓડિયો રેકોર્ડિંગ બહાર પાડ્યું. આ 10 સેકન્ડની ઓડિયો ક્લિપમાં બહુ ઓછો અવાજ હતો. નાસાના જણાવ્યા અનુસાર તેમના પર્સિવરેન્સ રોવરના ઉતરાણ પછી ત્યાં હાજર ધૂળ અને માટી પરના દબાણને કારણે તે અવાજ આવ્યો હશે.

લગભગ એક મહિના પછી, માર્ચમાં, આ રોવરે લગભગ 21.3 ફૂટ સુધી ટેસ્ટ ડ્રાઈવ કર્યું. જેના કારણે મંગળ ગ્રહની ધરતી પર તેના પૈડાના નિશાન બન્યા હતા. નાસાએ આ નિશાનોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા

મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજને રેકોર્ડ કરવા માટે પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલ પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. આ માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ લાગવાયું છે. તેના દ્વારા જ સરળ લેંડિંગ થઈ શક્યું. હવે રોવર બે વર્ષ સુધી ઝઝીરો ક્રેટરનું એક્સફ્લોર કરશે.

રોવરનું વજન 1000 કિલોગ્રામ

પર્સીવરેન્સ રોવરનું વજન 1000 કિલોગ્રામ છે. તે પરમાણુ ઉર્જાથી ચાલશે. પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લુટોનિયમનું ઈંધણ તરીકે ઉપરોગ કરવામાં આવી રહ્યો છે. આ રોવર મંગળ ગ્રાહ પર 10 વર્ષ સુધહી કામ કરશે. ટેમે 7 ફૂટનું રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે, હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related