સોળ દિવસ ના ગણગોર પર્વ ની ઉત્સાહ સાથે ઉજવણી નો માહોલ રાજસ્થાની લોકો માં શરૂઆત થઈ ગઈ છે.ઠેરઠેર બિંદોલા નું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં યુવતીઓ અને મહિલાઓ લોકગીતો ગાઈ ને નાચતી ઝૂમતી જોવા મળી રહી છે.શીતળા સાતમ ની રાત થી શહેર ના પરવતપાટિયા,પુણાગામ,ત્રિકમનગર ,ગોળાદરા,ભટાર, અલથાણ, સિટીલાઈટ,ન્યુ સીટી લાઈટ, વેસુ,ઘોડદોડ રોડ અને અડાજણ જેવા વિસ્તારો માં ગણગોર ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં મહિલાઓ સવાર થી વિધિવિધાન સાથે પૂજા કરે છે.
રાધિકા ખાટુંવાલા કહે છે કે "ગણગોર નો તહેવાર એ રાજસ્થાની યુવતીઓ અને મહિલાઓ નો મનપસંદ તહેવાર છે.આ તહેવાર દરમિયાન સોળ દિવસ સુધી અમે તમામ યુવતી મહિલાઓ વિવિધ પ્રોગ્રામ રાખીયે છે.જેમાં અપરણિત યુવતીઓ સારા જીવનસાથી માટે અને પરણિત મહિલાઓ પોતાના જીવનસાથી નો સાથ જિંદગીભર રહે તેવું માંગે છે. આ તહેવાર માં ગણગોર ની સ્થાપના કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતી ની પણ પૂજા કરવામાં આવે છે.દરેક ઘરો માં આ તહેવાર ની ધૂમ હોય છે.સોળ દિવસ ડાન્સ,નાટક,અને અન્ય ઘણી પ્રવૃત્તિ દ્વારા મહિલાઓ મનોરંજન કરે છે.અને વિવિધ વેશભૂષા પણ ધારણ કરે છે.
જગદીશભાઈ કોઠારી કહે છે કે'રાજસ્થાન નો મોટો વર્ગ સુરત માં રહે છે.અને ઘણી દીકરીઓ રાજસ્થાન થી લગ્ન કરી સુરત આવે છે.આવી દીકરીઓ ને પણ પોતાના ઘરે જે રીતે ગણગોર મનાવે છે તે રીતેનો માહોલ અમે વિવિધ પ્રોગ્રામ દ્વારા પૂરું પાડીએ છે.અમે દરવર્ષે મોટા પ્રોગ્રામ નું આયોજન માત્ર મહિલાઓ અને યુવતીઓ માટે કરીયે છે જ્યાં તેઓ આ પર્વ ની ઉજવણી કરે છે.ત્યાં તેઓ પોતાની રીતે વિવિધ સ્પર્ધાઓ યોજે છે અને અમે સમાજ ના લોકો તેઓને પ્રોત્સાહન આપીએ છે.સુરતમાં ઘણી જગ્યાએ આવા મોટા આયોજનો થાય છે.જ્યાં ગણગોર ની ધૂમ મચે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login