અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા 6-3થી એક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસને અધિકાર આપવામાં આવ્યો છે કે અમેરિકા શરણાર્થી બનીને અથવા પૂરતા પુરાવાઓ વગર ટેક્સાસ બોર્ડરથી ગેરકાયદેસર પ્રવેશ કરનાર લોકોની ધરપકડ કરીને તાત્કાલિક ડિપોર્ટ પણ કરી શકશે. આ ચુકાદાને કારણે દેશભરમાં ચર્ચાઓ થવા લાગી છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશથી ટેક્સાસ SB4 લાગુ થયું છે. જોકે આ ચુકાદો આપ્યાના થોડા સમય પછી જ ફિફ્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ દ્વારા એક ઇમરજન્સી ઓર્ડર જારી કરીને આ કાયદા પર તાત્કાલિક અમલ માટે રોક લગાવી દીધી છે. હવે ફિફ્થ સર્કિટ કોર્ટ આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજી ઓ પર સુનવણી હાથ ધરશે.
આ કાયદા હેઠળ સ્થાનિક પોલીસ એવા કોઈ પણ વ્યક્તિને પકડીને પુછપરછ અધવા તો ધરપકડ કરી શકે છે. જે ગેરકાયદેસર રીતે મેક્સિકોની સરહદથી દાખલ થયો હોય અથવા ઇમિગ્રેશન વગર દેશમાં વસવાટ કરતો હોય.
આ કાયદાને વ્હાઇટ હાઉસ દ્વારા પણ ગેરબંધારણીય ગણાવવામાં આવી ચુક્યો છે. વ્હાઇટ હાઉસનું કેહવું છે કે, ઇમિગ્રેશન બાબતના નિર્ણયો લેવાનો હક ફેડરલ સરકારનો છે અને આ કાયદો તેમના અધિકારોનું ઉલ્લંઘન કરતો કાયદો છે.
ટીકાકારોનું કહેવું છે કે, આ કાયદો વંશીય ભેદભાવનું કારણ બની શકે છે. સાથે જ કાયદેસર રીતે દેશમાં રહેતા પ્રવાસીઓ કે જેમની પાસે ધરપકડ સમયે જરૂરી પુરાવા ઓ ના હોય તો સંભવિત દેશનિકાલ તરફ દોરી શકે છે.
પ્રતિનિધિ પ્રમીલા જયપાલે ટ્વીટ કર્યું કે, "બિલ એક ભયાનક, ક્રૂર અને સ્પષ્ટ રીતે ગેરબંધારણીય કાયદો છે. આ કાયદો માત્ર ઇમિગ્રેશન સિસ્ટમમાં અરાજકતા, મૂંઝવણ અને અવ્યવસ્થા પેદા નહીં કરે, પરંતુ ઇમિગ્રન્ટ્સ અને લઘુમતી સમુદાયોની વંશીય રૂપરેખા માટેનો આધાર પણ બનાવશે, જે ટેક્સાસના લોકોમાં ભય પેદા કરશે."
તેને "ઝેનોફોબિક" ગણાવતા જયપાલે કહ્યું કે, આ કાયદાના કારણે સ્થાનિક પોલીસને જયારે સમુદાયોની સુરક્ષા માટે મદદની જરૂર પડશે ત્યારે જે વિશ્વાસ લોકોને આવવો જોઈએ તે વિશ્વાસ ક્યાંક પોલીસ પરથી ઓછો થશે. "એટલા માટે ટેક્સાસ પોલીસ ચીફ્સ એસોસિએશન અને ટેક્સાસ મેજર સિટીઝ ચીફ્સના સભ્યો દ્વારા આ ‘show me your papers’ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં ડલ્લાસ, હ્યુસ્ટન, ઓસ્ટિન, આર્લિંગ્ટન, ફોર્ટ વર્થ અને સેન એન્ટોનિયોના પોલીસ વડાઓનો સમાવેશ થાય છે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનના વરિષ્ઠ એટર્ની ડેવિડ ડોનાટ્ટીએ ઑસ્ટિન, ટેક્સાસમાં સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે, કાયદામાં હવે ટેક્સાસમાં કેટલાક રંગના લોકો પોતાને પૂછે છે, 'શું હું અમેરિકન જેવો દેખાઉં છું? મને લાગે છે કે હું અહીંનો છું, પણ મને એવું લાગે છે કે, શું હું અહીં રહેતા અન્ય લોકોનો છું? The ACLU એ કહ્યું કે, એસબી 4 એ USમાં "કોઈપણ રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા સૌથી આત્યંતિક ઇમિગ્રન્ટ વિરોધી કાયદાઓમાંથી એક છે".
ઇમિગ્રન્ટ વકીલોએ ટેક્સાસના રહેવાસીઓને વિનંતી કરી છે કે, "જેમની પુરાવાના અભાવ હોવાની શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. અથવા ધરપકડ કરવામાં આવી છે. તેઓ જો ડ્રાઈવર ના હોય તો તેમની ઓળખ આપવાનો ઇનકાર કરે અને વકીલની માંગણી કરે. તેમણે એવી પામ સૂચના આપી છે કે, ટેક્સાસમાં રંગના તમામ લોકો હંમેશા તેમના કાનૂની વસવાટના પુરાવાઓ સાથે રાખીને ફરે.
અમેરિકામાં ટેક્સાસ ભારતીય અમેરિકનોની સૌથી મોટી વસ્તી ધરાવે છે.
અમેરિકામાંથી સંભવિત હકાલપટ્ટી અને અટકાયતને ટાળવા માટે હવે રંગના લોકોએ તેમના ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા તેમની સાથે લઈ ને ફરવું પડશે.
યુએસ-મેક્સિકો સરહદ પાર કરતા પુરાવા વગરના ભારતીયોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છેઃ 2021માં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા 30,662ની અટકાયત કરવામાં આવી હતી અને 2022માં 63,927ની અટકાયત કરવામાં આવી હતી. ઘણા ભારતીય અમેરિકન કેદીઓ, જેમાં મુખ્યત્વે પંજાબીઓને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અટકાયત કેન્દ્રોમાં લઈ જવામાં આવે છે. જ્યાં તેઓ આશ્રય માટેના તેમના દાવાની કોર્ટમાં સુનાવણી થાય તે માટે લાંબી રાહ જોવી પડે છે.
મેક્સિકોએ તરત જ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો જવાબ આપતા કહ્યું કે, તે ટેક્સાસ દ્વારા દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્સને સ્વીકારશે નહીં.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login