ભારતના ટેક્ષ્ટાઈલ કમિશ્નર રૂપ રાશી (IA&AS) દ્વારા મુંબઇ ખાતે દેશભરના વિવિધ ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ સાથે મિટીંગ કરી હતી.ટેક્ષ્ટાઇલ કમિશ્નર રૂપ રાશીએ દેશભરમાંથી ઉપસ્થિત ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓને સંબોધ્યા હતા. ટેક્ષ્ટાઇલ કમિશ્નર કચેરી દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ડેટા એકત્રિત કરવા હેતુ નવો સરવે કરવામાં આવનાર છે. આથી તેમણે મિટીંગમાં ઉપસ્થિત વિવિધ ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓને ડેટા આપવા અનુરોધ કર્યો હતો.
આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહક પ્રમુખ વિજય મેવાવાલા તથા ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડેવલપ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો તેમજ ટેક્ષ્ટાઇલ મશીનરીઓનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. આ ડેટામાં આપવામાં આવેલી વિગતો મુજબ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૬ લાખ શટલ લુમ, ૮૦ હજાર વોટરજેટ લુમ, રપ હજાર રેપીયર લુમ, ૬ હજાર એરજેટ લુમ અને ૧પ૦૦ વેલ્વેટ લુમ મળીને કુલ ૭૧રપ૦૦ લુમ્સ છે. એની સાથે ૩પ૦ પ્રોસેસ હાઉસ (ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ), ૧ લાખ પ૦ હજાર એમ્બ્રોઇડરી મશીન, ર૦૦૦ વોર્પ નિટીંગ મશીન અને ૩પ૦૦ સરકયુલર નિટીંગ મશીન છે. અહીં ડેવલપ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી આશરે ૧પ લાખ લોકોને રોજગારી આપે છે, જેમાં ૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાત માં અન્ય રાજ્યો માંથી આવીને વસેલા પરપ્રાંતીય લોકો માટે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી આશીર્વાદ સમાન સાબિત થઈ છે. ઘણા લોકો સુરત ટેકસટાઇલ માર્કેટ સહિત લુમ્સ નાં કારખાનાઓ થકી રોજગારી મેળવી રહ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login