મિહારૂ સાથેની તાજેતરના ઇન્ટરવ્યૂમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ભારત પર ના માલદીવ્સના દેવા અંગે વાત કરી હતી.આ દેવાની રાહત મળે તે માટે ભારત સરકાર પાસે પગલાંની આશા વ્યક્ત કરી હતી. 17 નવેમ્બર, 2023ના રોજ હોદ્દો સંભાળનારા રાષ્ટ્રપતિ મુઇઝુએ પાછલી સરકારો એ લીધેલી લોન અંગે વાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિકૂળ અસરોને ટાળવા માટે ભારત દ્વારા થોડી નરમાશ રાખવામાં આવે તે વાત પર ભાર મુક્યો હતો.
રાષ્ટ્રપતિ મુઇઝુના જણાવ્યા અનુસાર, માલદીવ પર ભારત પાસેથી લીધેલી મોટી લોનનો બોજો છે, જે તેની સહન કરવાની આર્થિક ક્ષમતાને વટાવી ગયો છે. તેમણે આ લોન ની પરત ચુકવણી બાબતે કોઈ વિકલ્પો શોધવા માટે ભારત સરકાર સાથે ચાલી રહેલી ચર્ચાઓ પર ભાર મૂક્યો હતો. આર્થિક તાણ હોવા છતાં, મુઇઝુએ ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાના મહત્વને ફરીથી પ્રસ્તુત કર્યું હતું.
અહમદ હમધૂન દ્વારા અનુવાદિત ઇન્ટરવ્યૂમાં, મુઇઝુએ જણાવ્યું હતું કે, "આપણને લોન બાબતે મળેલી શરતો એવી છે કે, ભારત પાસેથી ખૂબ મોટી લોન લેવામાં આવી હતી. અમે આ લોનના પુનઃચુકવણી માળખામાં કોઈક વ્યવસ્થિત રસ્તો શોધવા માટે ચર્ચા કરી રહ્યા છીએ. કોઈપણ ચાલુ પ્રોજેક્ટ્સને અટકાવવાને બદલે, તેમની સાથે ઝડપથી આગળ વધી શકીયે. તેથી મને (માલદીવ-ભારત સંબંધો પર) કોઈ પ્રતિકૂળ અસરો થવાનું કોઈ કારણ દેખાતું નથી.
વધુમાં, તેમણે માલદીવના વિકાસમાં ભારતની સહાય અને યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, તેમણે ચાલુ પ્રોજેક્ટ્સને અટકાવવાને બદલે તેમને ઝડપી બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન, રાષ્ટ્રપતિ મુઇઝુએ ઝડપી નિર્ણય લેવા માટે, ખાસ કરીને પુલ અને હનીમાધૂ એરપોર્ટ જેવા માળખાગત પ્રોજેક્ટ્સ અંગે, એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ભારતીય સૈન્ય કર્મચારીઓની હાજરી જેવા કેટલાક મુદ્દાઓ પર પણ વાત કરી હતી.
તેમણે વ્યૂહાત્મક હિતો સાથે આર્થિક સહકારને સંતુલિત કરવાની જટિલતા પર પ્રકાશ પાડ્યો, ખાસ કરીને વિદેશી સૈન્યની હાજરી અંગે. પરંતુ તેમ છતાં, મુઇઝુ આશાવાદી રહ્યા અને કહ્યું, "ચર્ચાઓ અને વિચાર-વિમર્શ દ્વારા બધું મેળવી શકાય છે. તે જ હું માનું છું ".
તેમણે સ્પષ્ટતા કરી હતી કે, માલદીવ દ્વારા તેના આર્થિક ક્ષેત્રનું સંચાલન ભારતથી અળગા થવાનો સંકેત આપતું નથી અને માલદીવ ભારતનો સહયોગી રહેશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login