દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતની રાજકીય યાત્રા પર આવેલા કેન્યાના રાષ્ટ્ર્પતિ વિલિયમ રુતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ હતી. આ વાતચીત બાદ બંને દેશો વચ્ચે શિક્ષણ, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં પાંચ કરાર કરવામાં આવ્યા હતા. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા ઉપરાંત બંને દેશો એક પ્રસ્તાવ ઉપર પણ સહમત થયા છે, આ પ્રસ્તાવને અમેરિકા માટે આંચકો ગણી શકાય છે. આ પ્રસ્તાવ છે બંને દેશો વચ્ચે રુપિયામાં વ્યાપાર કરવા મુદ્દે સધાયેલી સહમતિ.
નોંધનીય છે કે, કેન્યાના રાષ્ટ્રપતિની આ ભારત મુલાકાત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ ગણી શકાય કારણ કે ભારતની પહેલ પર લગભગ ત્રણ મહિના પહેલાં જ આફ્રિકન યુનિયનનો G20માં સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રૂતો વચ્ચેની મુલાકાત બાદ પીએમએ કહ્યું હતું કે ભારત અને કેન્યાનો એક સમાન ઇતિહાસ અને એક સમાન ભવિષ્ય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને દેશોના પરસ્પર સહયોગને મજબૂત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંને દેશોએ એવી ઘણી નવી પહેલ કરી છે જે પરસ્પર વ્યાપાર અને રોકાણમાં વધારો કરશે. કેન્યા ભારતનાં કૃષિ ક્ષેત્રને વધારે આધુનિક બનાવવા માટે 250 મિલિયન ડોલરની લોન આપશે. આ સાથે જ ટેકનિકલ સહયોગ પણ વધારશે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જીમાં પણ પરસ્પર સહયોગ વધારે મજબૂત કરીશું.'
ભારત અને કેન્યા બંને વ્યાપારને વેગ આપવા માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં વેપાર કરવા માટે સંમતી સધાઇ છે. આ સિવાય બંને દેશોએ વિકાસ સંબંધિત પ્રોજેક્ટમાં રૂપિયાનો ઉપયોગ કરવા ઉપર પણ મંજૂરી આપી છે. આ અંગે દેશોએ સંયુક્ત નિવેદન આપતા કહ્યું છે કે, 'બંને રાષ્ટ્રો વચ્ચેના વિકાસલક્ષી સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે. તો બીજી તરફ કેન્યાએ પણ યુપીઆઈનો ઉપયોગ કરવાની હા પાડી છે.'
ભારત અને કેન્યા દ્વારા લેવામાં આવેલું રૂપિયામાં પરસ્પર વ્યાપાર કરવાનું પગલું અમેરિકા માટે એક ફટકો જ ગણી શકાય. છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને કેન્યાએ વ્યાપાર વસાહતોમાં તેમની કરન્સીના ઉપયોગ અંગે ઘણી પહેલ કરી છે. કેન્યાનો એ 22 દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંકે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી આપી છે
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login