ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ ટુરિસ્ટની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૩માં કુલ ૧૪.૯૮ કરોડ પ્રવાસીઓની સંખ્યા છે. એટલું જ નહી, ૨૦૨૩માં વિશ્વના અલગ અલગ દેશોમાંથી ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યા ૨૨ લાખ છે. મળતી માહિતી પ્રમાણે, સૌથી વધુ પ્રવાસીઓ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો રણોત્સવ, સાસણગીર અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આવે છે. વર્ષ ૨૦૨૦માં કુલ
પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં ૬.૦૯ કરોડ હતી. ત્યારબાદ કોરોના સંક્રમણના બે વર્ષ દરમ્યાન આ સંખ્યા ઘટીને ૧.૧૮ કરોડ અને ૨.૬૭ કરોડ થઇ હતી. જ્યારે હવે ૨૦૨૫માં આ આંકડો વધીને ૧૪ કરોડને પાર થયો છે અને તેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૨૨ કરોડની છે.
ગુજરાતમાં હજુ અનેક સ્થળોનો વિકાસ થઇ રહ્યો છે. જેમાં માંડવી, બેટ દ્વારકા, શિવરાજપુર, માધવપુર તથા તીથલ એમ પાંચ પ્રોજેક્ટમાં ખાનગી મૂડી રોકાણ માટે ઇન્વેસ્ટર્સને આમંત્રણ અપાયુ છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રણોત્સવની જેમ આ સ્થળો પર પણ આગામી દિવસોમાં પ્રવાસીઓની અને ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login