ADVERTISEMENTs

ગુજરાતમાં LT કનેકશનના વીજભારની મર્યાદા 100 કિલોવોટથી વધારીને 150 કિલોવોટ કરાઇ.

ઉદ્યોગકારોને ઘણી રાહત થઇ છે, ૧૦પ કિલોવોટ માટે પણ નવા ટ્રાન્સફોર્મર માટે જે ખર્ચ કરવો પડતો હતો જે હવે બચી જશે, આ ઉપરાંત વરાછા, કતારગામ ઉપરાંત લસકાણા વિસ્તારમાં જ્યાં જગ્યાનો અભાવ છે ત્યાં એકમોને મળતી વીજળીની કવોલિટીમાં સુધારો આવશે

પ્રતીકાત્મક તસ્વીર / CANVA

ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા તા. ર૩ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં LT કનેકશનની વીજભારની મર્યાદા ૧૦૦ કિલોવોટથી વધારીને ૧પ૦ કિલોવોટ કરવામાં આવી છે. આ બાબતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ ર૦રરથી સતત રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારબાદ આ અંગે ઇલેકટ્રીસિટી સપ્લાય કોડ રિવ્યુ પેનલની પહેલી મિટીંગ ર૧ માર્ચ ર૦ર૩ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇલેકટ્રીસિટી સપ્લાય કોડ રિવ્યુ પેનલના સભ્ય હોઇ ઉપરોકત બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આ મુદ્દો પેનલ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૬ જુલાઇ ર૦ર૪ના રોજ ઇલેકટ્રીસિટી સપ્લાય કોડ રિવ્યુ પેનલની ગાંધીનગર ખાતે ફરીથી મિટીંગ મળી હતી, જેમાં આ પેનલ દ્વારા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનને આધારે ગુજરાત રાજ્યમાં LT કનેકશનની વીજભારની મર્યાદા ૧૦૦ કિલોવોટથી વધારીને ૧પ૦ કિલોવોટ કરવા ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ હાજર હતા.

ઉપરોકત મિટીંગમાં નકકી કરવામાં આવ્યું હતું કે, ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા આ બાબતે ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જેથી કરીને આ ડ્રાફટ નોટિફિકેશન તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ર૩ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ફાઇનલ નોટિફિકેશન બહાર પાડી LT કનેકશનના વીજભારની મર્યાદા ૧૦૦ કિલોવોટથી વધારીને ૧પ૦ કિલોવોટ કરવાની પરવાનગી આપી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઘણા એકમો છે કે જેઓને HT કનેકશનમાં નહિ જવું પડે તેના માટે તેઓ નવી કંપની બનાવતા હતા ત્યારે આ નોટિફિકેશનથી ઉદ્યોગકારોને ઘણી રાહત થઇ છે. કારણ કે, ૧૦પ કિલોવોટ માટે પણ ઉદ્યોગકારોને નવા ટ્રાન્સફોર્મર માટે ખર્ચ કરવો પડતો હતો જે હવે બચી જશે. સુરતમાં ખાસ કરીને વરાછા અને કતારગામ ઉપરાંત લસકાણા વિસ્તારમાં જ્યાં જગ્યાનો અભાવ છે ત્યાં આ નોટિફિકેશનથી ઘણા એકમોને મળતી વીજળીની કવોલિટીમાં સુધારો આવશે એવો મને વિશ્વાસ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related