ADVERTISEMENTs

કૈવલ જ્ઞાન મંદિર દ્વારા શિકાગો ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.

રવિવાર 21 જુલાઈ ના 7 કલ્લાક અખંડ કૈવલ ધૂન, ભજન કીર્તન અને સત્સંગ થી ભાવ પૂર્વક ગુરુપૂર્ણિમા ઉજવાઈ હતી.

જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રી / Facebook @Kaival Gyan Mandir Chicago

કૈવલ જ્ઞાન મંદિર, શિકાગોએ તેની 17મી પ્રતિષ્ઠા અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ 13-14 જુલાઈ, 2024ના રોજ પૂજ્ય જગદગુરુજીની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. શનિવારે, તમામ ભક્તોએ પૂજ્ય  જગદગુરુ શ્રીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આ પછી યુવાનો દ્વારા કીર્તન, પ્રવચન અને પરંપરાગત ભારત નાટ્યમ નૃત્ય કરવામાં આવ્યું હતું. દિવ્ય પરમગુરુ અને અન્ય દેવી દેવતા ની  પૂજા કરવામાં આવી હતી.

યુવાનોએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો જેમાં ભક્તિ અને સત્સંગ નો સમાવેશ હતો. યુવાનોએ જગતગુરુજી અમૃત જન્મોત્સવ નિમિતે 24 કાર્ય સૂચિ  વિશે સૌને સમજાવ્યું. પૂજ્ય  જગદગુરુજીએ તેમની અમૃત વાણીથી સૌને આશીર્વાદ આપ્યા. રવિવારે, મંદિર ના ભાઈયો અને બહેનો સંપ્રદાય ના ગ્રંથ માં થી ચોપાઈ કંઠસ્થ કરી એક સ્પર્ધા માં ભાગ લીધો હતો. દિવ્ય  પરમગુરુ અને દેવી/દેવતા  ને અન્નકૂટ અર્પણ કરવા માં આવ્યો હતો. દરેકને પરમગુરુ  પાદુકાની પૂજા કરવાનો અવસર મળ્યો. આ ઇવેન્ટ દરમિયાન, પૂજ્ય  જગદગુરુજીના હસ્તે નવી વેબસાઇટ www.janmotsav.kaival.org લોન્ચ કરી હતી. 

રવિવાર 21 જુલાઈ ના 7 કલ્લાક અખંડ કૈવલ ધૂન, ભજન કીર્તન અને સત્સંગ થી ભાવ પૂર્વક ગુરુપૂર્ણિમા ઉજવાઈ હતી. ત્યાર બાદ સોમવાર 22 જુલાઈ ના રાત્રે, જગતગુરુજી અમૃત જન્મોત્સવ નિમિતે  75 દિવસ થી ચાલી રહેલા 75x બાલકુવેર અષ્ટક પાઠ ની પુર્ણાહુતી માં મોટી સંખ્યા માં મંદિર અને વર્ચુઅલ ભક્તો એ ભાગ લીધો હતો.

હવે પૂજ્ય જગતગુરુજી USA  યાત્રા માટે સપ્ટેમ્બર મહિનામાં પધારશે અને ન્યૂ જર્સી ખાતે સાધ્વી શ્રી ગીતાદીદી ની સાથે ગુરુ મહિમા પારાયણ માં આશીર્વચન આપશે. આ પારાયણ રોયલ આલ્બર્ટ પાલક ફોર્ડ્સ, NJ માં સપ્ટેમ્બર 19-22 ના રોજ થશે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related