નોન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) ખાતામાં આવતો નાણાં પ્રવાહ વધારવા માટે ૨૦૨૨ના જુલાઇ મહિનામાં રિઝર્વ બેંકે કેટલાક પગલાં લીધા હતા. આ પગલાંનું ફળ હવે મળ્યું હોય તેવું વર્ષ ૨૦૨૩ની એનઆરઆઇ ડિપોઝિટ્સના આંકડા દર્શાવે છે. વૈશ્વિક સ્તરે ભૌગોલિક, રાજકીય અશાંતિ વચ્ચે બિન નિવાસી ભારતીયોએ ભારતમાં જ નાણાં રોકવાનું સલામત માન્યું હોય તેમ લાગે છે. કેમ કે, વર્ષ ૨૦૨૩માં નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ની ડિપોઝિટ્સમાં એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન ૬.૧૧ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. જે અગાઉના વર્ષના ૩.૦૫ અબજ ડોલરના રોકાણ કરતા બમણું છે.
આ ઉપરાંત ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ખાતામાં પણ ૨.૦૬ અબજ ડોલરનો ઇન્ફ્લો જોવા મળ્યો છે. ગત વર્ષે FCNR એકાઉન્ટ્સમાંથી ૮૧.૪૦ કરોડ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. ગત વર્ષના જુલાઇમાં રિઝર્વ બેંકે FCNR (B) તથા NRI ડિપોઝિટ્સ માટે વ્યાજદરની મર્યાદા હળવી કરી હતી. દેશમાં ડોલરનો પ્રવાહ વધારવાના ભાગરૂપે રિઝર્વ બેન્ક સતત પગલાં લઇ રહી છે. પ્રમાણમાં ઊંચા વ્યાજદરોને પરીણામે બિન નિવાસી ભારતીયો સ્વદેશના ડિપોઝિટ્સ સાધનો તરફ આકર્ષાઇ રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે.
અમેરિકન બેન્ક્સમાં ત્રણથી સાડા ત્રણ ટકા વળતર સામે ભારતની બેન્ક્સમાં પાંચથી છ ટકા વળતર છૂટી રહ્યું છે. ભારતમાં એનઆરઆઇની મોટી માત્રાની ડિપોઝિટ્સ અખાતી દેશોમાંથી પણ આવે છે. અખાતની બેન્કોમાં પણ આકર્ષક વળતર જોવા મળતું નથી. કોરોના બાદ ભારતના કર્મચારીઓ ફરી વિદેશમાં કામ કરવા જઇ રહ્યાં છે તેને કારણે FCNR ઇન્ફ્લોઝ પણ વધી રહ્યો છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login