ગુજરાતના સૌથી પ્રખ્યાત અને આસ્થાના કેન્દ્ર એવા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ત્રિ દિવસીય મહામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આજે પૂર્ણાહુતિ થઈ છે. આ મહા મહોત્સવ અંતર્ગત શ્રી હનુમાન જયંતિ મહોત્સવ સાથે ભજન સંધ્યા, દાદા ને અન્નકૂટ, પુષ્પ વર્ષા જેવા અનેકવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી હનુમાન જયંતી નિમિત્તે તારીખ 21 થી 23 એપ્રિલ દરમિયાન સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ ખાતે ભવ્ય હનુમાન જન્મોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં સાળંગપુર ધામના પ્રાંગણમાં ઊભેલી કિંગ ઓફ સાળંગપુર ની 54 ફૂટ ઊંચી મૂર્તિ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને આ 5000 કિલો પુષ્પ હતા. તેમ જ ત્રણ દિવસ દરમિયાન શ્રી મારુતિ યજ્ઞ, દાદા નો જન્મોત્સવ સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર, પૂજા, મહા આરતી સહિતના અનેક કાર્યક્રમો સાથે દાદાના જન્મની ઉજવણી કરાઈ હતી. સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દાદાના ભક્તો દર્શન માટે અને જન્મદિનની ઉજવણી માટે અહીં આવવાના હોવાથી ભક્તોને તકલીફ ના પડે તે રીતે દર્શન પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વ્યવસ્થામાં 2000થી વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા.
ગત રાત્રે ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીભાઈ સાગઠીયા દ્વારા લોકગીતો ની રમઝટ બોલાવવામાં આવી હતી આ ભક્તિ ગીત ના કાર્યક્રમમાં પણ હજારો ભક્તોએ આનંદ માણ્યો હતો જ્યારે આજે 23 એપ્રિલના રોજ દાદા નો જન્મદિવસ હોવાથી વહેલી સવારે 5:00 વાગે મંગળા આરતી કરાઈ હતી ત્યારબાદ 7:00 વાગ્યે શણગાર આરતી અને જન્મદિવસનો સેલિબ્રેશન એટલે કે ઉજવણી કરાઈ હતી આ દરમિયાન 1,000 થી વધુ લોકોએ ભાગ લઈને સમૂહ મારુતિ યજ્ઞ પણ યોજ્યો હતો.
દાદા નો જન્મદિવસ હોય તો તેમને કંઈ ખૂટવા દેવામાં ન આવે તે રીતે આજે હનુમાન દાદાને સુવર્ણના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમજ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે 5,000 kg હજારીગલ ફુલો વડે દાદાનું સમગ્ર મંદિર શણગારવામાં આવ્યું હતું. આ ફૂલના શણગારમાં 15 જેટલા સંતો અને 100 જેટલા હરિભક્તોએ સેવા આપી હતી. તેમજ દાદા નો જન્મદિવસ હોવાને કારણે 250 કિલો ની કેક બનાવવામાં આવી હતી અને દાદાના દર્શનાર્થે આવનાર લાખો ભક્તોને મહાપ્રસાદ માટે પણ દાળ, ભાત, શાક, રોટલી, ગાંઠિયા, બુંદી, મોહનથાળ, છાસ અને મીઠાઈ જેવા મહાપ્રસાદની વ્યવસ્થા અન્ન ક્ષેત્ર દ્વારા કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે આજે શ્રી હનુમાન દાદા ના જન્મદિવસ નિમિત્તે દોઢથી બે લાખ માણસો જમી શકે તેટલો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદાના આશીર્વાદ લીધા / X @kashtbhanjandev
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login