ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ ભારતીય નાગરિકોને ચેતવણી જારી કરીને સલાહ આપી છે.તેમણે રશિયન સૈન્યમાં જોડાવાનું ટાળવું અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષમાં સામેલ થવાનું ટાળવું જોઇએ.
તાજેતરમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં દર્શાવાયું હતું કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સૈન્ય સાથે કોન્ફ્લિક્ટ ઝોનમાં સહાયકની ભૂમિકા માટે નોંધણી કરાવી છે. આ અહેવાલના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ અપીલ કરવામાં આવી છે.
"અમે જાણીએ છીએ કે થોડા ભારતીય નાગરિકોએ રશિયન સેના સાથે સહાયક નોકરીઓ માટે સાઇન અપ કર્યું છે,” એમઇએના પ્રવક્તા રણધીર જયસ્વાલે અહેવાલોને સ્વીકારતા જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોસ્કોમાં ભારતીય દૂતાવાસ સક્રિયપણે રશિયન સત્તાવાળાઓ સાથે સંપર્ક કરી રહ્યું છે અને રશિયન સેનામાં આવી કોઇપણ ભૂમિકામાં સામેલ થયા કોઇપણ ભારતીય નાગરિકને તાત્કાલિક મુક્ત કરવા માટે વાતચીત કરી રહ્યું છે.
“અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ." જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો.
સામે આવ્યું છે કે ભારતથી કેટલાક પુરૂષોનું જૂથ રશિયા આવ્યું છે તેમાંથી ત્રણ વ્યક્તિઓ, રશિયા સૈન્યના સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરવા આવ્યા છે, તેઓ કાલાબુર્ગીના છે.
આ વ્યક્તિઓ કથિત રીતે એજન્ટો દ્વારા રશિયા ગયા હતા અને કથિત રીતે રશિયા-યુક્રેન સરહદ પર તૈનાત ખાનગી સેનામાં જોડાવા તેમના માટે દબાણ કરવામાં આવ્યું છે.
સૈયદ નવાઝ અલી, જેઓ કલાબુર્ગી જિલ્લાના મડબૂલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમણે કલબુર્ગીના ડેપ્યુટી કમિશનર ફૌઝિયા તરન્નુમ અને જિલ્લા મંત્રી પ્રિયાંક ખડગેને સંબોધીને એક પત્ર લખ્યો છે.
તેમના પત્રમાં, અલીએ કલબુર્ગી અને તેલંગાણામાંથી ગયેલો યુવાનો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.
આ યુવાનોને શરૂઆતમાં આકર્ષક વેતન સાથે સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમને રશિયા યુક્રેન યુદ્ધ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં ફ્રન્ટલાઇન પર એક ખાનગી લશ્કરી કંપની દ્વારા લડાઇની ભૂમિકામાં ફરજ પાડવામાં આવી રહી છે.
અલીએ હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો, કારણ કે આ યુવાનોનો જીવ ગંભીર જોખમમાં મૂકાઇ શકે છે. તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકરને અપીલ કરી, તેમને ઝડપી પગલાં લેવા વિનંતી કરી અને જટિલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિર્ણાયક પગલાં લેવા જણાવ્યું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login