ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ૧૫મી જુલાઇ સુધી યોજાયું છે, જેનો સમય સવારે ૧૧ વાગ્યે થી રાત્રે ૯ વાગ્યે સુધી છે. રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની ઉત્તમ તક છે.
ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. નિગમ દ્વારા હાથશાળ, હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. આ પગલાં થકી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન છેલ્લાં ૫૦ વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ રૂ.૨૫ કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login