ADVERTISEMENTs

SGCCIના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ તથા વિવિધ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના ડેવલપમેન્ટ હેતુ કાર્યરત ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની મુલાકાત / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ સહિતના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના ડેવલપમેન્ટ હેતુ નડતરરૂપ કેટલાક પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, આગામી તા. ૧૦મી જુલાઇ, ર૦ર૪ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો તેમજ વિવિધ ઉદ્યોગ – ધંધાઓના પ્રતિનિધિઓ સાથે ગાંધીનગર ખાતે મિટીંગ કરીશું. એના માટે તેમણે ઉદ્યોગકારો અને વેપારીઓને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ ગાંધીનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો ચેમ્બર પ્રમુખે દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગ વતિ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રી ઉપરાંત ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્ય કક્ષાના એમએસએમઇ મંત્રી શ્રી જગદીશભાઇ પંચાલ, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ અને નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ અને રાજ્ય સભા સાંસદ શ્રી બાબુભાઇ દેસાઇની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વધુમાં, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજ્યના વિવિધ ધારાસભ્યો શ્રી મનુભાઇ પટેલ (ઉધના), શ્રી સંદીપભાઇ દેસાઇ (ચોર્યાસી), શ્રી પ્રવિણભાઇ માળી (ડીસા), શ્રી ધવલ સિંહ ઝાલા (બાયડ), શ્રી ભરતભાઇ પટેલ (વલસાડ), શ્રી અમિતભાઇ ઠાકર (વેજલપુર), શ્રી અર્જુનભાઇ મોઢવડીયા (પોરબંદર), શ્રી પૂર્ણેશભાઇ મોદી (સુરત–પશ્ચિમ), શ્રી ચૈતન્યભાઇ દેસાઇ (અકોટા, વડોદરા) અને શ્રી રમેશભાઇ તિલાલા, રાજકોટ–દક્ષિણ)ની પણ શુભેચ્છા મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગના ડેવલપમેન્ટ હેતુ છેલ્લા ૮૪ વર્ષથી કાર્યરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related