ADVERTISEMENTs

હિન્દૂ માંથી બુદ્ધિસ્ટ બનતા પેહલા લેવી પડશે ગુજરાત સરકારની મંજૂરી.

બુદ્ધ સામે નમન કરી રહેલા ધર્મના અનુયાયીઓ / Canva

ધર્માંતરણ અંગે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે, જે કોઈ વ્યક્તિ હિન્દૂ ધર્મ માંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માંગતો હોય તો પહેલા સરકારી પરિપત્ર મુજબની કાર્યવાહી કરવી પડશે. આ બાબતે ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્માતર કરે છે, તો તેમણે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે એક પરિપત્રમાં જાહેર કર્યું છે કે, બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ છે. જો કોઈ એક વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને હિન્દુ, બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મનો અંગીકાર કરે છે, તો તેમણે ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ની જોગવાઈ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.


રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 8મી એપ્રિલે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું કે, 'સરકારના ધ્યાનમાં આવ્યું છે કે નિયમો અનુસાર બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે અરજીઓ કરવામાં આવી રહી નથી. ગુજરાતમાં દર વર્ષે દશેરા અને અન્ય તહેવારો નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં લોકોને બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવતા હતા અને નિયમોનું પાલન થતું ન હતું. અરજદારો ક્યારેક એવું કહેતા જોવા મળ્યા હતા કે, હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે પહેલા મંજૂરીની જરૂર નથી.'
 

ગુજરાત સરકારનો પરિપત્ર / Govt of Guj

પરિપત્ર અનુસાર, જે કેસોમાં ધર્મ પરિવર્તન માટે પહેલા મંજૂરી માંગતી અરજીઓ દાખલ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ આવી અરજીઓનો નિકાલ એમ કહીને કરે છે કે, બંધારણના અનુચ્છેદ 25(2) હેઠળ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ હેઠળ આવે છે અને તેથી અરજદાર આ અરજીઓનો નિકાલ કરે છે, જેથી આવા ધર્મ પરિવર્તન માટે પહેલા મંજૂરી લેવાની જરૂર નથી.

જોકે ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણવામાં આવશે. જે વ્યક્તિ અન્ય વ્યક્તિને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મ અંગીકાર કરાવે છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની પહેલા મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટને નિયત ફોર્મેટમાં માહિતી આપવાની રહેશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related