ADVERTISEMENTs

રામમંદિરના સોનાથી મઢેલા 14 દરવાજા બનીને તૈયાર

અયોધ્યામાં રામમંદિરને શણગારવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. આ દરમિયાન રામમંદિરની 3 નવી તસવીર સામે આવી છે, જેમાં રામમંદિરની ભવ્યતા દેખાઈ રહી છે.

Golden Door Of Ram Mandir / Google

14 સોનાના દરવાજા

અયોધ્યામાં રામમંદિરને શણગારવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. આ દરમિયાન રામમંદિરની 3 નવી તસવીર સામે આવી છે, જેમાં રામમંદિરની ભવ્યતા દેખાઈ રહી છે. રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ 14 સોનાના દરવાજા લગાવવામાં આવ્યા છે. ગર્ભગૃહમાં 12 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો માત્ર 1 દરવાજો લગાવવામાં આવ્યો છે.
આ તસવીરો રામમંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવી હતી. રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. લાઇટિંગ એવા પ્રકારે કરવામાં આવ્યું છે કે લોકોને એવું લાગશે કે સૂર્ય ભગવાનનાં કિરણો રાતે પણ મંદિર પર પડી રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે આખા મંદિરમાં સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હોય. આખું મંદિર સોનાની જેમ ચમકી રહ્યું છે.

રામમંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. એમાંથી 42ને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. પગથિયાંની નજીક 4 દરવાજા હશે, જેના પર સોનાનું કોટિંગ નહીં હોય. આ દરવાજા મહારાષ્ટ્રના સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદના કારીગરોએ આના પર કોતરણીનું કામ કર્યું છે. આ પછી એના પર તાંબાનું પડ લગાવવામાં આવ્યું. ત્યાર બાદ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. રામલલ્લાનું સિંહાસન પણ સોનાનું બનેલું છે. આ કામ પણ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મંદિરનું શિખર પણ સોનાનો બનશે, પરંતુ આ કામ પ્રાણપ્રતિષ્ઠા પછી કરવામાં આવશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related