ADVERTISEMENTs

દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી 13 ગજની ધ્વજા અયોધ્યા રામ મંદિર પર લહેરાશે

અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણમાં સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યો મહત્વનો ફાળો આપી રહ્યાં છે.

RAM MANDIR / google

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ

અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણમાં સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યો મહત્વનો ફાળો આપી રહ્યાં છે. ત્યારે ગુજરાત તેમાં પણ આગળ છે. અમદાવાદમાં બનેલા ધ્વજદંડ અયોધ્યા મંદિરમાં લગાવવામાં આવશે તો દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી 13 ગજની શ્રી કૃષ્ણા અને શ્રી રામના નામવાળી ધ્વજા અયોધ્યા મંદિરમાં આરોહણ કરાશે.

ગુજરાતના દ્વારકા જિલ્લાના મીઠાપુરના પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. પરિવાર આ ધ્વજાને લઇને દ્વારકાધીશ મંદિરે ગયો હતો અહીં પૂજારી દ્વારા ધ્વજાની પૂજા કરવામાં આવી હતી. શ્રી રામ અને શ્રી કૃષ્ણના નાદ સાથે સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો છે . મીઠાપુરના યોગેશભાઈ ફલડિયાનો પરિવાર શ્રી રામ જય રામ જય જય રામ નામના 13 અક્ષર સાથેની 13 ગજની ધ્વજા સાથે અયોધ્યા પહોંચશે. આ ધ્વજા અયોધ્યા રામ મંદિર પર આરોહણ થશે

ધ્વજા ખાસ અમદાવાદ તૈયાર કરાઈ

આ ધ્વજા ખાસ અમદાવાદ તૈયાર કરાઈ છે જે 13 ગજની બનાવવામાં આવી છે. મીનાબેન ફલડિયાએ જણાવ્યું હતું કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા મંદિરમાં અમારા પરિવાર દ્વારા આપવામાં આવેલી ધ્વજા લહેરાશે અને મીઠાપુર ફળિયાનું ગૌરવ વધારશે.

આ પ્રસંગે યોગેશભાઈ ફલડિયાએ જણાવ્યું હતું કે, અમને આસ્થા હતી એટલે અમે આયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને મળવા ગયા હતા. અને અમારી ધ્વજા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ટ્રસ્ટીઓએ મને મંજૂરી આપી હતી. જય શ્રી રામ જય રામ જયજય રામ ધૂનમાં 13 અક્ષરો આવતા હોવાથી 13 ગજની ધ્વજા બનાવડાવી છેઆ ઉપરાંત ધજા પર જય દ્વારકાધીશના લખાણ માટે પણ ટ્રસ્ટ તરફથી રજા મળી હતી. દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ પાસેથી આ ધ્વજાની પૂજા કરાવવામાં આવી છે. હવે આ ધ્વજા અયોધ્યા મંદિરના શિખર પર લહેરાશે.

અમદાવાદમાં બનેલા ધ્વજદંડ અયોધ્યા મંદિરમાં લગાવાશે

અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related