સામાન્ય રીતે હિન્દી ફિલ્મ્સની રિમેક ગુજરાતીમાં બનતી હોય છે. અથવા તો સાઉથ કોરિયન, અંગ્રેજી, દક્ષિણ ભારતીય કે અન્ય કોઇ ભાષાની ફિલ્મોની હિન્દી રિમેક બનતી હોય છે. પણ અજય દેવગણ, આર.માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ શૈતાન ગુજરાતની ફિલ્મ વશની રિમેક હોવાનું કહેવાય છે. શૈતાનનું ટિઝર રિલીઝ થયું છે. આ વર્ષે અજય દેવગણની પાસે 'સિંઘમ અગેઇન'થી લઈને 'મેદાન' સુધીની ઘણી ફિલ્મો આવી રહી છે. પરંતુ વર્ષની શરૂઆત સુપરનેચરલ હોરર ફિલ્મ 'શૈતાન'થી થશે.
ટીઝરની વાત કરીએ તો, દોઢ મિનિટનું આ ટીઝર ધ્યાન ખેંચે તેવું છે. આ ટીઝરમાં વિવિધ પ્રકરાની આકૃતિઓ દેખાઇ રહી છે, આર માધવનના ડરામણા અવાજથી અજય દેવગન અને જ્યોતિકા સ્તબ્ધ થઈને ઉભા રહ્યાં છે અંતમાં આર માધવનનો હસતો ચહેરો દેખાય છે. આ ટીઝર આ ખૂબ જ ટૂંકા ગાળામાં ઉત્સુકતા જગાડે છે. આ દોઢ મિનિટનો વીડિયો બતાવે છે કે અસલી શેતાન આર માધવન હશે. જ્યોતિકા અને અજય દેવગન તે શેતાનથી ડરી ગયેલા જોવા મળે છે.
આ ફિલ્મ 'ક્વીન' અને 'સુપર 30' બનાવનાર ડિરેક્ટર વિકાસ બહલે બનાવી છે. ફિલ્મ 'શૈતાન' વાસ્તવમાં 'વશ' નામની ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેક હોવાનું કહેવાય છે. ગુજરાતી ફિલ્મમાં જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. વશ ફિલ્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સુપર નેચરલ હોરર થ્રીલર સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મમાં હિતેનકુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ જોવા મળ્યા હતા.
ફિલ્મ 'શૈતાન' 8 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'છોટે મિયાં બડે મિયાં' પણ રિલીઝ થઈ રહી છે. જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા' પણ અગાઉ 8 માર્ચે રિલીઝ થઈ રહી હતી. પરંતુ હવે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login