ટાટા ગ્રુપની એર ઇન્ડિયા ફરી વિભાગમાં આવી હતી. એરલાઇન્સના ક્રુ મેમ્બર સાથે ગેરવહીવટી કરાતા 300 કૃ મેમ્બર હડતાળ પર ઉતરી ગયા હતા . જેના એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટની ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આમ ફ્લાઇટ કેન્સલ થતા 100થી વધારે પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો છે.
ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસ માં એરલાઇન્સ ક્રૂ મેમ્બર સાથે ગેરવહીવટ કરતા હોવાનો આક્ષેપ થયો હતો. જેના કારણે એરલાઇન્સ 300 ક્રૂ મેમ્બરોએ ઓચિંતા જ બિમારીનું કારણ આપી સામૂહિક રજા પર ઊતરી ગયા હતા. 300 જેટલા મેમ્બરો રજા પર ઊતરતા ફ્લાઇટ કેન્સલ કરવાની નોબત આવી હતી. ટાટા ગ્રુપ યુનિટે એર ઇન્ડિયા એક્સપ્રેસને એર એશિયા ઇન્ડિયાની સાથે મર્જ કરી હતી. જેને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન ક્રૂમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. દરમિયાન ગત મહિને જ એર ઇન્ડિયા અક્સપ્રેસના યુનિટે એરલાઇન્સમાં કેબિન ક્રૂ સાથે ભેદભાવ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જે અંગે મેનેજમેન્ટને 300થી વધારે ફરિયાદ પણ મળી હોવાનુ જણાવ્યું છે. ફરિયાદમાં ખરાબ વર્તનથી કર્મીઓનું મનોબળ પર તૂટી રહ્યું હોવાનું લખાયું હોવાનું જણાય છે.
બુધવારના ફ્લાઇટ કેન્સલ થતા જ પેસેન્જરોએ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવતા ઇન્ડિયા એક્સપ્રેસ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. એરલાઇન્સે કહ્યું કે અમારી સર્વિસ ફરી શરૂ થઈ જશે, આગામી સાત દિવસમાં ફ્લાઇટને ફરીથી શિડ્યૂલ કરવાનો કે પછી રિફંડ આપનો પણ વિકલ્પ આપ્યો છે.ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવકતા એ કહ્યું કે મંગળવારની મોડી રાતે અમારા કેબિન ક્રૂ ઓચિંતા જ બિમાર પડી ગયાની જાણ કરી હોવાથી ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી છે. અમુક ફ્લાઇટો ઓપરેટ થઈ છે, પરંતુ તે મોડી થઈ હતી. અમે કેબિન ક્રૂનો સંપર્ક કરી રહ્યા છીએ. ફ્લાઇટો ઓચિંતા કેન્સલ થવાથી પેસેન્જરોને જે પણ તકલીફ પડી છે તે બદલ અમે માફી માંગીયે છીએ.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login