ADVERTISEMENTs

તાઈવાન ભૂકંપઃ ઈન્ડિયન તાઈપેઈ એસોસિએશને હેલ્પલાઈન શરૂ કરી

છેલ્લા 25 વર્ષમાં અહીં નોંધાયેલ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.

ભૂકંપ બાદ બચાવ કામગીરી કરી રહેલ મિલિટરી / X / @mna_roc

3 એપ્રિલના રોજ તાઇવાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે ઓછામાં ઓછા સાત વ્યક્તિઓના જીવ ગયા છે અને લગભગ 730થી વધુ લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

ભૂકંપને કારણે અસંખ્ય ઇમારતોને વ્યાપક નુકસાન થયું હતું અને સુનામીની સૂચનાઓ જાપાન અને ફિલિપાઇન્સ સુધી આપવામાં આવી હતી, જોકે આ સૂચના પાછળથી હટાવી લેવામાં આવી હતી.

આ ટાપુ પર 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.
તાઇવાનની નેશનલ ફાયર એજન્સી (એનએફએ) એ અહેવાલ આપ્યો છે કે, 77 લોકો ટનલ અને તૂટી પડેલી ઇમારતોમાં ફસાયેલા હતા, જેમને બચાવવા માટે બચાવકાર્ય કરી રહેલી ટિમ દ્વારા સીડીઓ ની મદદથી બહાર કાઢ્યા હતા.

રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતાનો ભૂકંપ ટાપુના પૂર્વીય દરિયાકાંઠે ટકરાયો હતો, જે સ્થાનિક સમય અનુસાર 7:58am પર ત્રાટક્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હ્યુઆલિએન શહેરથી 18 કિલોમીટર (11 માઈલ) દક્ષિણમાં સ્થિત હતું, જેની ઊંડાઈ 34.8 કિલોમીટર (21 માઈલ) હતી. મુખ્ય ભૂકંપ પછી, સંખ્યાબંધ આફ્ટરશોકથી સમગ્ર ટાપુ હચમચી ગયો હતો.

તાઈપેઈના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના સીસ્મોલોજી સેન્ટરના ડિરેક્ટર વુ ચિએન-ફુએ ભૂકંપની વ્યાપક અસર પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ભૂકંપ જમીનની નજીક છે અને તે છીછરો છે. તે સમગ્ર તાઇવાન અને ઓફશોર ટાપુઓ પર અનુભવાયું.તાઈવાન લગભગ 6000 ભારતીયોનું ઘર છે. આ આપત્તિના જવાબમાં, ઇન્ડિયા તાઈપેઈ એસોસિએશને કોઈ પણ જરૂરિયાતમંદ ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવા માટે એક હેલ્પલાઈન શરુ કરી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related