સુરત શહેરના લોકો કોઈપણ પર્વને યાદગાર સ્વરૂપે મનાવતા હોય છે, તે ક્રિકેટની મેચની ફાઇનલ હોય અથવા સમાજનો કોઈ ઉત્સવ હોય તેમાં મન ભરીને ઉજવણી કરતા હોય છે. ક્યારે લોકશાહીના આ પર્વને પણ યાદગાર બનાવવા માટે સુરતીઓએ તૈયારીઓ કરી છે. સુરત શહેરમાં જે વિસ્તારો નવસારી લોકસભા વિસ્તાર આવે છે ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે તે વિસ્તારમાં રહેતા લોકો આ મતદાન દિવસને યાદગાર શરૂ હોય યાદ રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવાના છે
સુરત લોકસભા વિસ્તારમાં આવતા લોકોને મતદાન કરવાનો મોકો નથી મળ્યો, પરંતુ સુરત શહેરમાં જે વિસ્તારમાં નવસારી લોકસભા વિસ્તાર છે તે વિસ્તારમાં રહેતા લોકો વિવિધ પ્રકારે મતદાન મથક સુધી જવાના છે જેમાં વેસુ વિસ્તારમાં આવેલ કેપિટલ ગ્રીન સોસાયટીના રહેવાસીઓ દ્વારા લોકસભાના ઇલેક્શનમાં મતદાન કરવા માટે સમગ્ર સોસાયટી ડીજે ની સાથે મતદાન મથક પહોંચશે અને આ સાથે સમગ્ર સોસાયટીની જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ઘણી સોસાયટીઓ પોતાના વિવિધ ગ્રુપો સાથે મતદાન કરવા જવાની છે.
સુરત શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા દરેક વખતે લોક સેવામાં અગ્રેસર રહે છે ત્યારે છાયડો સંસ્થા અને વિવિધ મંડળો દ્વારા 1,50,000 છાસ નાં પેકેટો નું વિતરણ કરવામાં આવશે. આ છાશના પેકેટ અલગ અલગ બુથો પર મતદાન મથકથી 200 મીટર દૂર થી વિતરણ કરવામાં આવશે.
બીજી તરફ ચૂંટણીને લઈને સેવામાં અને પોતાની ડ્યુટીમાં ફરજ બજાવનાર સુરક્ષા જવાનું ચૂંટણી સ્ટાફ માટે શ્યામ મંદિર તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વેસુ ની આજુબાજુ આવેલા મતદાન મથકો પર શ્યામ મંદિર દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવશે
વડીલો માટે ગાડીની વ્યવસ્થા: 7 મી મે ના રોજ લોકો મતદાન કરવા જશે ત્યારે કાળજાળ ગરમી અને તડકા થી પરેશાન નાં થાય તે માટે વેસુ વિસ્તાર માં આવેલ એક સંસ્થા નાં યુવાનો દ્વારા કાર ની વ્યવસ્થા કરી છે.વેસુ વિસ્તારમાં એક સંસ્થાના યુવાનો દ્વારા જે સોસાયટીમાં લોકો મતદાન કરવા પહોંચ્યા નથી તેઓને મતદાન કરવા માટે આગ્રહ કરવામાં આવશે અને જે વડીલ વ્યક્તિ છે તેઓ માટે ગાડીની સુવિધા કરવામાં આવી છે. સાથે જે લોકોને શારીરિક તકલીફ હોય જે લોકો અટવાઈ રહ્યા હોય તેવા લોકોને પણ આ યુવાનો પોતાની ગાડી દ્વારા મતદાન મથક સુધી પહોંચાડશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login