ADVERTISEMENTs

રશિયન સેના માટે કાર્યરત સુરતના યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત

ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. .

સુરતના યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત / Socialmedia

ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનમાં ડ્રોન હુમલામાં મોત થઈ ગયું છે. યુવાનનું 21 ફેબ્રુઆરીના રોજ મોત થઈ ગયું છે. પરંતુ તેના મૃત્યુ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નહોતી. યુક્રેનમાં વોરઝોનમાં કુલ ચાર ભારતીયો હતા. જેમાં ત્રણ હૈદરાબાદના યુવાન અને એક સુરતનો હેમિલ હતો. ડ્રોન હુમલો થયો તેમાં હેમિલનું મોત થયું અને હૈદરાબાદના ત્રણ યુવાનો બચી ગયા હતા. ત્યાર બાદ ત્રણેય યુવાનોએ હેમિલની ડેડબોડી ટ્રકમાં મૂકી હતી.

ગત ડિસેમ્બર મહિનામાં રશિયા ગયેલા ગ્રૂપમાં ગુજરાતમાંથી બે યુવકો સામેલ હતા. જેમાં સુરત હેમિલ પણ ત્યાં કામ કરતો હતો. સુરતના યુવાન હેમિલ માંગુકિયાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું કે, મારો દીકરો હેમિલ 15 ડિસેમ્બરે અહીંયાંથી ગયો હતો. એજન્ટે અમને ચોખ્ખું કહ્યું હતું કે તેને આર્મી હેલ્પર તરીકે જવાનું છે. સાથે એમ પણ કહ્યું હતું કે ત્યાં બંદૂક ચલાવતા, બોમ્બ ફોડતા શિખવાડશે. પણ બધી ટ્રેનિંગ એની પોતાની સુરક્ષા માટે હશે. અત્યારે બહાર જવાનો ટ્રેન્ડ છે. એટલે મારે દીકરાને પણ વિદેશ જવું હતું. દોઢ વર્ષથી પ્રયાસ કરતો હતો. હવે રશિયા જવાનો મોકો મળ્યો એટલે તૈયાર થયો. હેમિલ જ્યાં હતો ત્યાં નેટવર્ક નહોતું. તેને 3-4 દિવસે ઈન્ટરનેટ મળે એટલે મારી સાથે વાત કરતો હતો. છેલ્લે 20 ફેબ્રુઆરીએ રાત્રે તેનો ફોન આવ્યો હતો. મને કહેતો હતો કે પપ્પા મારું 1 ટકાનું પણ ટેન્શન લેતા. મને અહીંયાં કોઈ પ્રોબ્લેમ નથી. આમ હેમિલે પિતા સાથે 20 ફેબ્રુઆરીની રાત્રે વાત કરી હતી અને 21 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

રશિયામાં કેટલાક ભારતીયોને 'હેલ્પર' તરીકે કામ કરવા માટે રખાયા હતા, પરંતુ બાદમાં તેમને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરાય છે. રશિયામાં ફસાયેલા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. લોકોના હાથમાં પણ પરાણે બંદૂક પકડાવી દેવાઈ છે. મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,'ભારતીય દૂતાવાસ રશિયામાં ફસાયેલા નાગરિકોની વહેલી તકે છોડાવશે. માટે રશિયા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં 'હેલ્પર' તરીકે કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.'

હેમિલ માંગુકિયા / Socialmedia

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related