ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) તથા TiE સુરતના સંયુકત ઉપક્રમે ૩૦મી નવેમ્બર અને ૧લી ડિસેમ્બર, ર૦ર૪ના રોજ SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે બે દિવસીય ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ X TiECon સુરત ર૦ર૪’નું આયોજન કરવામાં આવશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટ–અપ ઈકો સિસ્ટમનું પ્રદર્શન કરતી સૌથી મોટી ઈવેન્ટ બની રહેશે.
SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, “સુરત સ્ટાર્ટઅપ સમિટ X TiECon સુરત 2024માં સમગ્ર દેશના સ્ટાર્ટ-અપ ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા સેશન લેવામાં આવશે, જેમાં નિષ્ણાતો દ્વારા ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને માર્ગદર્શન આપવામાં આવશે. સ્ટાર્ટ-અપ માસ્ટર ક્લાસ અને રોકાણકારો તથા વેન્ચર કેપિટલ્સ સાથે સ્ટાર્ટ-અપ પિચિંગ સેશન સાથે સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ દ્વારા 300થી વધુ સ્ટોલ સાથે સ્ટાર્ટ-અપ એક્સ્પો યોજાશે.
ગત વર્ષોની સફળતાના આધારે, SGCCI અને TiE સુરત વચ્ચેનો આ સહયોગ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગયા વર્ષે, SGCCI દ્વારા સુરત સ્ટાર્ટ-અપ સમિટ 2023ની પહેલી આવૃત્તિમાં 50થી વધુ સ્પીકર્સ, 40થી વધુ સ્ટાર્ટ-અપના સ્ટોલ હતા અને આ ત્રણ દિવસીય ઇવેન્ટ દરમિયાન 16,000થી વધુ મુલાકાતીઓએ વિઝીટ લીધી હતી. જ્યારે TiECon સુરત 2023ની બીજી આવૃત્તિમાં વૈશ્વિક લીડર્સની ભાગીદારી જોવા મળી હતી.
આ વર્ષે ૩૦મી નવેમ્બર અને ૧લી ડિસેમ્બર, ર૦ર૪ના રોજ યોજાનાર સમિટ સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે, જે સુરત સહીત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો, કોર્પોરેટ લીડર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ, એન્જલ ઈન્વેસ્ટર્સ, SGCCI અને TiE સભ્યો, મેન્ટર્સ અને સમગ્ર ભારતમાંથી સરકારી અધિકારીઓને એક સાથે જોડાવાની અભૂતપૂર્વ તક પૂરી પાડશે.
TiE સુરતના પ્રમુખ શ્રી અશફાક શિલ્લીવાલાએ જણાવ્યું હતું કે, 2019માં સ્થપાયેલ TiE સુરત દક્ષિણ ગુજરાત પ્રદેશમાં વાઈબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ બનાવવા માટે સમર્પિત છે. TiE સુરત વૈશ્વિક સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. SGCCI અને TiE સુરત વચ્ચેનો આ સહયોગ નોલેજ એક્સચેન્જ, બિઝનેસની તકો અને વ્યૂહાત્મક સહયોગ માટે એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ બનાવવા માટે તૈયાર છે, જે ભારતમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ માટે અગ્રણી હબ તરીકે સુરતને વધુ મજબૂત કરશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login