જેઈઈ એડવાન્સનું પરિણામ –પી.પી.સવાણી સ્કૂલના 72 વિદ્યાર્થીઓએ એડવાન્સ પરીક્ષા ક્વોલીફાય કરી સમગ્ર સુરતમાં ડંકો વગાડ્યો. જનરલ EWS કેટેગરીમાં મોનિલ સાવલિયાએએ સમગ્ર ભારતમાં ૮૪ મો રેન્ક પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું.આ ઉપરાંત મારૂ યાજ્ઞિક હર્ષદભાઈ એ ૧૦૧મો રેન્ક મેળવ્યો હતો.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના ટોટલ ૭૨ વિદ્યાર્થીઓએ એડવાન્સ પરીક્ષા ક્વોલીફાય કરી સમગ્ર સુરતમાં ડંકો વગાડ્યો.
આ ઉપરાંત વિશેષમાં જણાવવાનું કે જનરલ કેટેગરીમા દેસાઇ આર્જવ શ્રેયભાઇએ પણ સમગ્ર ભારતમાં ૫૨૦ મો રેન્ક પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું હતું. આર્જવે આ ઉપરાંત JEE મેઈન પરીક્ષામાં પણ ૯૯.૯૯ પર્સનટાઈલ મેળવ્યા હતા અને IIT જેવી ઇન્સ્ટીટયુટમાં પોતાનું સ્થાન ફિક્ષ કર્યું હતું. આ ઉપરાંત ટોટલ અન્ય ૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા ક્વોલીફાઈ કરી IIT જેવી કોલેજો માટે પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.આ ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.આ તબક્કે ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને પી.પી.સવાણી ગ્રુપના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણીએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
એક્દમ સામાન્ય પરિસ્થિતી માથી આવતા પરિવારનો દીકરો જશે આઇઆઇટી માં,મોનીલના પપ્પા એંબ્રોડરી મશીનમાં જોબવર્ક કરી ગુજરાન ચલાવે છે અને માતા ઘરકામ કરે છે.
મોનિલ સાવલિયા: રેન્ક - 84,
માતા પિતા- ૧૨ પાસ
વ્યવસાય : એમ્બ્રોડરી
સપનું: સોફ્ટવેર એન્જીનીયર
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login