સુહાગ શુકલા એ હિંદુ એક્શન દ્વારા આયોજિત હિંદુફોબિયા પર પ્રેસ બ્રીફિંગમાં અમેરિકામાં હિંદુઓને નિશાન બનાવતી સંખ્યાબંધ તાજેતરની ઘટનાઓ પર ભાર મુક્યો હતો, જેમ કે મંદિરો પર હુમલા અને કોલેજ કેમ્પસમાં હિંદુફોબિયાના બનાવો, શુક્લાએ આ ઘટનાઓના ત્રણ પ્રાથમિક કારણો પર પણ વિસ્તૃત વાત કરતા કહ્યું હતું કે, આત્મસંતુષ્ટિ, અજાણતા અને સંઘીય કાયદા અમલીકરણમાં ક્યાંક પક્ષપાતને કારણે આ ઘટનાઓ બની રહી છે.
શુક્લાએ ખાલિસ્તાની સમર્થકો દ્વારા અશાંતિના તાજેતરના ઉદાહરણોનો ઉલ્લેખ કરતા કહ્યું."કાયદાના અમલીકરણ વિષે લોકોને જ્ઞાન નથી, અજાણતા છે. તેના ઓપ્ટિક્સ દ્વારા, તેઓ ગુનાઓ અથવા બનતી ઘટનાઓ બ્રાઉન લોકો પર બ્રાઉન અથવા દેશી પર દેશી લોકો દ્વારા ક્રાઇમ કરાઈ રહ્યો હોવાનું જુએ છે. તેથી એમ કહી શકાય કે, આ વ્યક્તિગત અથવા રાજકીય બાબત છે અને આ બધાની વચ્ચે ક્યાંક સમાનતા છે."
કાયદા અમલીકરણ એજન્સીઓ હાલમાં ઓછો સ્ટાફ હોવાના કારણે અથવા મીડિયામાં આવતા નેગેટિવ અહેવાલો ને લીધે નિરાશ છે, એમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક જિલ્લા વકીલો દ્વારા ગુનાઓ સામે કાર્યવાહી ન કરવામાં આવતા તેઓમાં પણ ક્યાંક હતાશા છે.
હિંદુ અમેરિકનો સામેની હિંસાઓ અથવા પૂર્વગ્રહની ઘટનાઓ અંગેની ચિંતાઓને કેટલીકવાર કથિત આંતરરાષ્ટ્રીય દમન વિશેની ચર્ચાઓ તરફ વાળવામાં આવે છે, જે હિંદુ અમેરિકન વ્યક્તિઓ અને સંસ્થાઓ પરના હુમલાઓ બાબતે ચર્ચા કરવા પરથી લોકોનું ધ્યાન હટાવે છે. શુક્લાએ કહ્યું, "ઘણીવાર જ્યારે આપણે હિંસાઓ અથવા પક્ષપાતની ઘટનાઓ વિશે ચિંતા વ્યક્ત કરીએ છીએ, ત્યારે વાતચીત હિંદુ અમેરિકન વ્યક્તિઓ અને સંસ્થાઓ પરના હુમલાઓને સ્વીકારવા અને સંબોધવાને બદલે કથિત આંતરરાષ્ટ્રીય દમન તરફ દોરી જાય છે. "હિંદુઓ પ્રત્યેની નફરત શું છે તે જાણવા અને સમજવા માટે તેમના કાયદા અમલીકરણનું બાબતે વધુ જ્ઞાન હોવું જરૂરી છે"
શુક્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં નાગરિક અધિકાર કાયદાના અમલીકરણ અને પ્રોગ્રેસ માટે ઐતિહાસિક સમય લીધો છે, લોકો ક્યારેક ન્યાય મેળવવા માટે 10 થી 20 વર્ષ સુધી રાહ જુએ છે. "બીજી બાબત મને લાગે છે કે, કેટલીક કમ્યુનિટીના સભ્યોએ કેટલીક બાબતો જેવી કે, સ્થાનિક કાયદાના જાણકારો અને નિષ્ણતો સાથે સબંધ ડેવલપ કરવા, તેમને ચર્ચા માટે આમંત્રિત કરવા સાથે વિશ્વાસ અને મિત્રતાના સબંધો બનાવે તે ખુબ મહત્વપૂર્ણ છે. આ બધું ખાસ કટોકટીના સમયે નહિ પરંતુ જયારે એક શાંતિપૂર્ણ વાતાવરણ અને માહોલ હોય ત્યારે કરી શકાય.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login