કેનેડામાં 80 કિલો કોકેઈનની દાણચોરી માટે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે તે પહેલાં જ ભારતીય મૂળનો એક વ્યક્તિ ભારત નાસી છૂટ્યો હતો. હવે કેનેડિયન પોલીસે તેમની સામે દેશવ્યાપી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. ઇન્ટરપોલ તરફથી પણ રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેનેડાના સરેના શીખ નિવાસી 60 વર્ષીય રાજ કુમાર મેહમીને ગત મહિને કેનેડા-અમેરિકા પેસિફિક હાઈવે સરહદ પાર કરીને બ્રિટિશ કોલંબિયામાં 80 કિલો કોકેઈન લાવવા બદલ 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) દ્વારા રાજ કુમાર મેહમીની 6 નવેમ્બર, 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે એક ટ્રકની અંદર છુપાયેલા કોકેઈનના 80 સીલબંધ પેકેટ લઈને જઈ રહ્યો હતો. આ કોકેઈનની આંતરરાષ્ટ્રીય કિંમત 32 લાખ ડોલર આંકવામાં આવી હતી.
કંટ્રોલ્ડ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ હેઠળ મેહમી ઉપર ડ્રગ હેરફેર વગેરેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુનાવણી પછી 6 સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે મેહમીને બંને આરોપો પર દોષિત ઠેરવ્યો હતો અને સજાની સુનાવણી માટે 9 જાન્યુઆરી, 2023ની તારીખ નિયત કરી હતી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ જણાવ્યું કે, આ દરમિયાન, 11 ઓક્ટોબર, 2022ના રોજ મેહમી વેનકુવરથી ફ્લાઇટ દ્વારા ભારત ભાગી ગયો હતો. આ તે પછી તે પાછો આવ્યો ન હતો. જ્યારે મેહમી સજાની સુનાવણી દરમિયાન હાજર થયો ન હતો, ત્યારે કોર્ટે 15 નવેમ્બરે તેની ગેરહાજરીમાં જ તેમને સજા સંભળાવી હતી . RCMPએ જણાવ્યું હતું કે મેહમી વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસની માગ કરવામાં આવી રહી છે જેથી મેહમીને શોધી શકાય, ધરપકડ કરી શકાય અને પ્રત્યાર્પણ કરાવી શકાય, આત્મસમર્પણ કરી શકાય અથવા સમાન કાનૂની કાર્યવાહી કરી શકાય.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login