વર્તમાન ગુજરાતી કોમેડીમાં નોખી જ ભાત પાડતી રોમ-કોમ એટલે કે રોમેન્ટીક કોમેડી નવી ફિલ્મ ‘હરિઓમ હરી’ 8મી ડિસેમ્બરે ગુજરાત તેમજ ભારત અને વિદેશોમાં પણ રીલીઝ થઇ ગઇ છે. રંગભૂમિ અને રૂપેરી પરદે ગુજ્જુભાઇ તરીકે જાણીતા કોમેડી કીંગ સિધ્ધાર્થ રાંદેરિયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
આ ઉપરાંત રોનક કામદાર, વ્યોમા નાંદી, મલ્હાર રાઠોડ પણ આ ફિલ્મમાં અભિયનના અજવાળા પાથરી રહ્યાં છે.તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મ પ્રદર્શિત થઇ હતી. ભારતીય પ્રેક્ષકોની સાથે સાથે વિદેશી દર્શકોએ પણ આ ગુજરાતી ફિલ્મ માણી હતી. અને ફિલ્મને લઇને રસપ્રદ ચર્ચા પણ કરી હતી.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા 2023માં વાજતે ગાજતે પ્રિમીયર યોજાયું અને દેશ-વિદેશના પ્રતિનિધિઓએ જેને ઉમળકાભેર તેમજ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે વધાવ્યું અને એ આપણી ગુજરાતી ફિલ્મ છે. ‘હરિ ઓમ હરિ’માં સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને જેણે પોતાની અદાકારીથી મંત્રમુગ્ધ કર્યા છે તેમજ ભરપુર મનોરંજન પીરસ્યું છે તેવા ગુજ્જુભાઇ ફેમ સિધ્ધાર્થ રાંદેરિયા સાવ નોખા અને અનોખા પાત્રમાં જોવા એ પણ એક લ્હાવો છે. તો સાથે જ બે યુવાન અને પ્રતિભાશાળી તથા સક્ષમ કલાકારો રોનક કામદાર વ્યોમા નાંદી પણ ઉત્કૃષ્ટ અભિનય કરી રહ્યા છે. આવા ત્રિવેણીસંગમનો બખૂબી સાથ નિભાવી રહ્યા છે રાગી જાની, કલ્પેશ પટેલ, શિવમ પારેખ, સંદીપકુમાર અને ભૂમિ રાજગોર તથા નવોદિત અભિનેત્રી મલ્હાર રાઠોડ કે કાસ્ટીંગ ડીરેક્ટર વિજય રાવલ છે.
ફિલ્મના દિગ્દર્શક છે નિસર્ગ વૈદ્ય, જેમણે અત્યાર સુધી ઘણી મલ્ટીનેશનલ કંપનીઓની એડ ફિલ્મ દિગ્દર્શિત કરી છે એમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. નિર્માતા છે સંજય છાબરીયા, જેોએ ઘણી સફળ મરાઠી ફિલ્મનું નિર્માણ કર્યું છે.
મનોમંથન સાથે પ્રેક્ષકોને ભરપુર મનોરંજન મળશે જ એની ગેરંટી છે. ફિલ્મ ‘હરી ઓમ હરી’ ફિલ્મના લેખક છે વિનોદ સરવૈયા, જેઓએ ગુજરાતી રંગભૂમિ પર પંચોતેરથી વધુ વિવિધ વિષયના સફળ નાટકો લખ્યા છે અને ટૂંક સમય પહેલા રજુ થયેલી સુંદર અને સફળ થયેલી ફિલ્મ ‘હું અને તું’ એ પણ એમણે જ લખી હતી. લેખક વિનોદ સરવૈયા નામન પ્રમાણે જ લખાણ લખે છે. એમના લખાણમાં વિનોદ એટલે કે હાસ્યરસ તો હોય જ છે સાથે સાથે જિંદગી જીવવાનું સરવૈયુ પણ મળી રહે છે. ફિલ્મ હરિ ઓમ હરિનું સંગીત પણ તેનું સહુથી મોટું જમાપાસુ છે.
ફિલ્મના બે ગીતો આજે સફળતાપૂર્વક પ્રેક્ષકના હોઠે વળગી ચૂક્યા છે જે ફિલ્મને એક નવી ઉંચાઇએ લઇ જાય છે. ફિલ્મના ગીતોમાં તમને કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, અરમાન મલિક, ભૂમિ ત્રિવેદી અને સલીમ મર્ચન્ટ જેવા પ્રખ્યાત ગાયકોનો અવાજ તમને સાંભવા મળશે. ફિલ્મનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે જે ખૂબ જ યુનિક અને ટ્રેન્ડી છે.
ફિલ્મ યુથ તેમજ દરેક વયના પ્રેક્ષકોને પોતાની તરફ આકર્ષિત કરશે કેમ કે કોમેડી, ઇમોશન, લવ, ફ્રેન્ડશીપ તેમજ સંબંધો આ બધી જ વાતનો સરવાળો એટલે ફિલ્મ ‘હરિ ઓમ હરિ’ ફિલ્મનું શુટીંગ અમદાવાદ ઉપરાંત જેસલમેરના સુંદર લોકેશનમાં કરવામાં આવ્યું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login