BCCIએ બુધવાર, ફેબ્રુઆરી 28ના રોજ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટના 30 ખેલાડીઓની યાદી બહાર પાડી હતી; જેમાં શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને બહાર કરવામાં આવ્યા છે, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને BCCIનાં વાર્ષિક કોન્ટ્રાક્ટ રિટેનર્સ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા કારણ કે તેઓ ભારત માટે રમવા માટે વ્યવહારીક રીતે અનુપલબ્ધ હતા.
ઇશાન કિશનને માનસિક થાકનું કારણ આપીને દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈની સલાહ છતાં ઈશાન કિશન રણજી ક્રિકેટ રમ્યો ન હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ઇશાન કિશન ડીવાય પાટિલ T20 ટૂર્નામેન્ટમાં મેદાનમાં પરત ફર્યો હતો.
શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ મેચમાં રમ્યો હતો, પરંતુ તે પછી તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. વર્તમાન ટેસ્ટ સિરીઝના બીજા ભાગ માટે પસંદ થતા પહેલાં NCA એ ઐયરને ફિટ જાહેર કર્યો હતો, પરંતુ તે પછી તે ભારતીય ક્રિકેટ ટીમ કે મુંબઈ રણજી ટીમ તરફથી રમતા દેખાયા ન હતા.
ઇશાન કિશન ઝારખંડની ટીમ સાથે પણ રણજી મેચ રમ્યો ન હતો, આ સિઝનમાં તેમણે પોતાની ટીમ સાથે એક પણ મેચ રમી નથી. બીસીસીઆઈ કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ આનાથી ખુશ નહોતું. આ દરમિયાન કિશન આઈપીએલના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ માટે બરોડા પહોંચ્યો હતો.
તે જ સમયે, અય્યર પણ કોલકાતા નાઈટ રાઈડર્સના પ્રી-સીઝન કેમ્પમાં હતો. આ કારણોસર તેમણે મુંબઈ માટે મેચ રમી ન હતી. જો કે, હવે અય્યરે પોતાને રણજી ટ્રોફીમાં મુંબઈની સેમીફાઈનલ મેચ માટે ઉપલબ્ધ જાહેર કરી દીધા છે. ક્રિકઇન્ફોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં BCCIનો આ નિર્ણય તમામ ખેલાડીઓ માટે મજબૂત સંદેશ છે કારણ કે આ પ્રકારનું વલણ IPL રમ્યા બાદ ટીમ ઈન્ડિયામાં આવનારા ખેલાડીઓને મજબૂત સંદેશ આપશે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર પાડવામાં આવેલા ખેલાડીઓની આ યાદીમાં સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા, શિખર ધવન, લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને દીપક હુડ્ડા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસને બી કેટેગરીમાં અને ઈશાનને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે શ્રેયસને વાર્ષિક 3 કરોડ રૂપિયા અને ઈશાનને 1 કરોડ રૂપિયા મળતા હતા.
પરંતુ હવે ઈશાન અને શ્રેયસને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે ચેતેશ્વર પૂજારાને બી કેટેગરીમાં બહાર રાખવામાં આવ્યો હતો. ઉમેશ યાદવ, શિખર ધવન, દીપક હુડા અને યુઝવેન્દ્ર ચહલ સી કેટેગરીમાંથી બાકાત રહ્યા. પૂજારા છેલ્લે જૂન 2023માં WTC ફાઇનલમાં રમ્યો હતો. જ્યારે ધવને તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં હુડ્ડાએ ફેબ્રુઆરી 2023માં અને ઉમેશે જૂન 2023માં રમી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login