ADVERTISEMENTs

વિયેતનામ ખાતે SGCCI દ્વારા વિવિધ પાંચ એસોસીએશનો સાથે સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે MOU કર્યા.

મિશન ૮૪ અંતર્ગત સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વિયેતનામના બિઝનેસમેનો સાથે વ્યાપાર કરવામાં સરળતા રહે અને તેઓ એકબીજાના સીધા સંપર્કમાં આવે તે હેતુથી સમજૂતિ કરાર કરવામાં આવ્યા.

વિયેતનામ ખાતે SGCCI ના પ્રતિનિધિઓ / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબી, મિશન ૮૪ની કોર કમિટીના સભ્ય જમનભાઇ રામોલિયા અને મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટ સહિત ૧પ જણાનું પ્રતિનિધિ મંડળ વિયેતનામના પ્રવાસે છે.

દરમ્યાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિયેતનામના DAK LAK ખાતે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત પાંચ જેટલા જુદા જુદા એસોસીએશનો જેવા કે Business Association of DAK LAK province, India ASEAN Trade Council (Pune & Maharashtra), India ASEAN Trade Council ( Hyderabad & Telengana), India Economic Trade Council ( Kerala Chapter) અને India Economic Trade Council ( Karnataka Chapter) સાથે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ વતિ મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ તથા જુદા–જુદા એસોસીએશનોના હોદ્દેદારોએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ તથા જુદા–જુદા એસોસીએશનો વચ્ચે થયેલા સમજૂતિ કરારને પગલે તેઓ એકબીજાના સભ્યો વચ્ચે વ્યાવસાયિક માહિતીનું આદાન – પ્રદાન કરી શકશે. સુરતના ઉદ્યોગકારો – વેપારીઓ અને વિયેતનામના બિઝનેસમેનોને જરૂરી વ્યાવસાયિક માર્ગદર્શન અને સહયોગ પણ મળી રહેશે. વિયેતનામના બિઝનેસમેનોને જે પ્રોડકટની જરૂર હશે તેની માહિતી સુરતના ઉદ્યોગકારો – ઉત્પાદકોને આપવામાં આવશે, જેથી કરીને તેઓ સુરતથી વિવિધ પ્રોડકટ વિયેતનામ એક્ષ્પોર્ટ કરી શકશે. આવી રીતે આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત રૂપિયા ૮૪૦૦૦ કરોડના એક્ષ્પોર્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા હેતુ એકબીજાનો સહયોગ મળી રહેશે.

આ ઉપરાંત સુરતના ઉદ્યોગકારો અને વિયેતનામના બિઝનેસમેનો એકબીજાની સાથે પરસ્પર કનેકટ થશે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કોન્ટ્રીબ્યુશન વધારવા કાર્યરત થશે, આથી આગામી સમયમાં સુરતના ઉદ્યોગકારો માટે વિયેતનામમાં બિઝનેસ માટે વિપુલ તકો ઉભી થશે. વધુમાં આ સમજૂતિ કરાર મુજબ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટને વિયેતનામના બિઝનેસમેનો સુધી પહોંચાડવામાં આવશે અને તેઓને મિશન ૮૪ સાથે કનેકટ કરવામાં આવશે.

વિયેતનામ ખાતે SGCCI ના પ્રતિનિધિઓ / SGCCI

સુરતથી એક્ષ્પોર્ટ વધારવાના હેતુથી બધી સંસ્થાઓ સાથે મળીને વિવિધ કાર્યક્રમોનું સંયુકતપણે આયોજન કરશે અને સ્કીલ ટ્રાન્સફોર્મેશન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિયેતનામના બિઝનેસ ડેલીગેશનને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તથા ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલીગેશન વિયેતનામના પ્રવાસે છે ત્યારે ભવિષ્યમાં વિયેતનામથી બિઝનેસમેનોનું ડેલીગેશન સુરત ખાતે આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા વતિ મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબી અને મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટ દ્વારા વિયેતનામ ખાતે વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારોને મિશન ૮૪થી વાકેફ કરવામાં આવ્યા હતા. તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.

મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.

મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related