સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ઈલેક્ટોરોલ બોન્ડ ડેટા એક જ દિવસમાં ચૂંટણી પંચને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ ડેટા 15 માર્ચે જાહેર કરાશે. સુપ્રીમની એસબીઆઈને ઈલેક્ટ્રોરલ બોન્ડનો ડેટા જાહેર કરવા માટે આજે અંતિમ તારીખ આપ્યા બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડની વિગતો પર દસ્તાવેજો તૈયાર કરી ચૂંટણી પંચને આપ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એસબીઆઈએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા મોકલી દીધો છે. હવે તે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટને અપાશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટેમાં ચૂંટણી બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને રજૂ કરવા માટે એસ.બી.આઈ.એ માંગેલા વધુ સમય માટેની અરજી ગઈકાલે ફગાવી દીધી હતી. કોર્ટે ચૂંટણી બોન્ડનો ડેટા જાહેર કરવા માટે એસબીઆઈને આજની ડેડલાઈન આપી હતી. જોકે કોર્ટની ફટકાર બાદ એસબીઆઈએ એક જ દિવસમાં ચૂંટણી પંચને ડેટા સોંપી દીધો છે અને હવે 15 માર્ચે ડેટા જાહેર થઈ શકે છે.
આ અગાઉ ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ (ઈલેક્ટોરલ બોન્ડઝ) આપવા માટે એસ.બી.આઈ.એ તા.30મી જૂન સુધીના માંગેલા સમય અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવતાં ફરી ભારપૂર્વક કહ્યું હતું કે તા.12મી માર્ચે કામકાજના સમય સુધીમાં તે બોન્ડની વિગતો ચૂંટણી પંચને રજૂ કરી દેવી. આ સાથે ઈલેકશન કમિશન ઓફ ઈંડીયા (ઈ.સી.આઈ.)ને આદેશ આપ્યો હતો કે તેણે માર્ચની 15મી તારીખે સાંજના પાંચ વાગ્યા સુધીમાં તે બોન્ડઝ અંગેની વિગતો તેની સત્તાવાર વેબ સાઇટ ઉપર મુકી દેવી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં નેતૃત્વ નીચેના ન્યાયમૂર્તિઓ સર્વશ્રી સંજીવ ખન્ના, બી.આર. ગરવી, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી પાંચ ન્યાયમૂર્તિઓની સંવૈધાનિક પીઠીકાએ એસ.બી.આઈ.ને પૂછ્યું હતું કે છેલ્લાં ૨૬ દિવસ સુધી તમે શું કરતા હતા ? તમે શાં પગલાં લીધાં ? તે બધા અંગે તમારી અરજી મૌન જ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login