મિશીગનનાં રહેવાસી ભારતીય અમેરિકન મેડિકલનાં વિદ્યાર્થિની રિજુલ મૈનીનાં નામે એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. 24 વર્ષીય રિજુલ મૈનીએ જીત્યો છે મિસ ઈન્ડિયા યુએસએનો ખિતાબ. રિજુલનું સપનું આમ તો સર્જક બનવાનું છે અને તે એવું કામ કરવા માગે છે કે દરેક મહિલાઓ માટે તે એક આદર્શ એટલે કે રોલ મોડલ બને. આ સ્પર્ધામાં તેમના સિવાય સ્નેહા નામ્બિયારને મિસિસ ઇન્ડિયા USA અને સલોની રામમોહને મિસ ટીન ઇન્ડિયા USAના ખિતાબ જીત્યા છે.
છેલ્લા 41 વર્ષથી USAમાં આ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન થઇ રહ્યું છે ભારતની બહાર યોજાતી આ સૌથી જૂની ભારતીય સ્પર્ધા છે. આ સ્પર્ધાની શરૂઆત ભારતીય મૂળના અમેરિકન અગ્રણી ધર્માત્મા સરન અને નીલમ સરન દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે મિસ ઈન્ડિયા USA સ્પર્ધાનું આયોજન વર્લ્ડ વાઈડ પેજન્ટનાં બેનર હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં 500 વધારે લોકો હાજર રહ્યા હતા.
મિસ ઈન્ડિયા USAની સ્પર્ધામાં વર્જીનિયાની ગ્રીષ્મા ભટ બીજા ક્રમે અને નોર્થ કેરોલિનાની ઈશિતા પાઈ રાયકર ત્રીજા ક્રમે રહી હતી. મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારને મિસિસ ઈન્ડિયા USA અને પેન્સિલવેનિયાની સલોની રામ મોહનને મિસ ટીન ઈન્ડિયા USA જાહેર કરવામાં આવી હતી.
ત્રણેય સ્પર્ધામાં મળીને કુલ 25 રાજ્યોમાંથી 57 સ્પર્ધકોએ ભાગ લઇ પોતાની કુશળતા દર્શાવી હતી. આ સ્પર્ધાના વિજેતાઓને આ જ જૂથ દ્વારા યોજાનાર મિસ અને મિસિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડની એર ટિકિટ આપવામાં આવશે
આ સ્પર્ધાના આયોજન અંગે વર્લ્ડવાઈડ પેજન્ટ્સના સ્થાપક અધ્યક્ષ ધર્માત્મા સરને જણાવ્યું હતું કે, "ભારતીય સમુદાયના લોકોએ વર્ષોથી આ સ્પર્ધાને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેના માટે હું ખૂબ જ આભારી છું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login