1980ના દાયકાના વલણથી સમકાલીન ભારતીય અર્થતંત્રમાં પુનરાગમન થઇ રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે શ્રમ કે નોકરી કરવાની મહિલાઓની ભાગીદારીમાં થયેલ વૃદ્ધિની સરખામણીમાં પુરુષ શ્રમ ભાગીદારીમાં ઘટાડો થયો છે, 1980ના દાયકાથી સમાન વલણ 2024માં પાછું આવ્યું છે.
'શ્રમનું નારીકરણ', જે દર્શાવે છે કે કામ કરતી કે શ્રમિક કે પછી નોકરિયાત મહિલાઓ હાલ પુરુષોની સરખામણી માં વધુ છે. આ જ બાબત 1980ના દાયકામાં જોવા મળેલા દાખલાઓને ફરી દર્શાવે છે. તે સમયે, જ્યારે ભારત હરિયાળી ક્રાંતિ અને બેંકોના રાષ્ટ્રીયકરણના પરિણામ સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ગ્રામીણ ગરીબ અને બિન-કૃષિ કામદારોએ અનૌપચારિક બેરોજગારી તરફ વળ્યા હતા.
80 ના દાયકામાં, બેંકોના રાષ્ટ્રીયકરણ અને હરિયાળી ક્રાંતિએ ગ્રામીણ ઉચ્ચ વર્ગ અને શહેરી મધ્યમ વર્ગને પ્રાધાન્ય આપ્યું, તેનાથી બિન-કૃષિ ક્ષેત્રના કામદારો અને ગરીબ ખેડૂતો અનૌપચારિક અર્થતંત્રમાં પરિવર્તિત થયા.
જેમ જેમ અનૌપચારિક ક્ષેત્રનું મહત્વ વધતું ગયું તેમ તેમ ભારતીય શ્રમ બજારમાં નારીકરણનું વલણ જોવા મળ્યું-મહિલાઓની ભાગીદારી વધવા લાગી અને પુરુષ કાર્યબળની ભાગીદારીમાં ઘટાડો જોવા મળ્યો. અનૌપચારિક ક્ષેત્ર એક મહિલા માટે આકર્ષક હતું, જે ઘર અને કલાકદીઠ વેતન વચ્ચે મેળ ખાતી હતી. આનાથી તેમને નવરાશની સામે તુલનાત્મક રીતે ફ્લેક્સિબલ શેડ્યુલ રાખવાની સ્વતંત્રતા મળી.
ડેટા દર્શાવે છે કે મહિલાઓની ભાગીદારી 2022 માં 27.98 ટકાથી વધીને 2023 માં 37 ટકા થઈ ગઈ છે, જેની સામે પુરુષોની ભાગીદારીમાં માત્ર બે પોઇન્ટનો વધારો થયો છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login