ADVERTISEMENTs

ભારતમાં વર્ષ ૨૦૨૩માં રેકોર્ડબ્રેક ૧૪ લાખ અમેરિકન વીઝા, વેઇટિંગ યાદીના દિવસોમાં પણ ઘટાડો

ભારતમાં અમેરિકી એમ્બેસી એન્ડ કોન્સ્યૂલેટ દ્વારા ૨૦૨૩માં રેકોર્ડતોડ ૧૪ લાખ અમેરિકી વીઝા બહાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહી આગંતુક વીઝાની પ્રતિક્ષાયાદીમાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે.

રેકોર્ડબ્રેક અમેરિકન વીઝા / Google

રેકોર્ડબ્રેક વીઝા

ભારતમાં અમેરિકી એમ્બેસી એન્ડ કોન્સ્યૂલેટ દ્વારા ૨૦૨૩માં રેકોર્ડતોડ ૧૪ લાખ અમેરિકી વીઝા બહાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહી આગંતુક વીઝાની પ્રતિક્ષાયાદીમાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે. સતત ત્રીજા વર્ષે વધુ વિઝા બહાર પાડવાની ઘટના બની છે. ભારતમાં અમેરિકી દૂતાવાસ માહિતી આપતા જણાવ્યું હતું કે દુનિયા ભરમાં અમેરિકાના દર ૧૦ વિઝા અરજદારમાંથી એક ભારતીય છે. 

નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે ૨૦૨૩માં વિવિધ કેટગરીના વિઝાની ખૂબ ડિમાંડ હતી. વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે. વિઝિટર વિઝા (બી ૧ બી ૨) અમેરિકી મિશનના ઇતિહાસમાં ૭ લાખથી વધુ અરજીઓ સાથે બીજા ક્રમે છે. વિઝા આપવાની પ્રોસેસમાં સતત સુધારો થયો હોવાથી પ્રતિક્ષાયાદીના દિવસો ૧૦૦૦ દિવસો ઘટીને ૨૫૦ દિવસ થયા છે. આ તમામ વિઝા કેટેગરીમાં ન્યૂનતમ પ્રતીક્ષા છે. ભારતમાં અમેરિકી વાણીજય દૂતાવાસ દ્વારા વર્ષ ૨૦૨૩માં ૧૪ લાખ જેટલા વિઝા બહાર પાડયા છે.

દુનિયાના કોઇ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ વિઝા ભારમાં મુંબઇ, નવી દિલ્હી,હૈદરાબાદ અને ચેન્નાઇમાં દુનિયામાં સૌથી વધુ સ્ટુડન્ટ વીઝા પ્રોસેસિંગ પોસ્ટ છે. આ સાથે જ ભારતના સ્ટુડન્ટસ અમેરિકામાં સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટસ સમૂહ બની ગયો છે. યુએસએમાં અભ્યાસ કરતા ૧૦ લાખ કરતા વધુ સ્ટુડન્ટસમાં એક ચર્તુથાંસ કરતા પણ વધારે છે. અમેરિકી દુતાવાસ અને વાણીજય દૂતાવાસએ ઉમેર્યુ હતું કે રોજગાર વીઝા સૌથી મોટી પ્રાથમિકતા બની છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related