ADVERTISEMENTs

લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો, પ્રિયંકા ગાંધી 27મીએ ધરમપુરમાં સભા કરશે, રાહુલ ગાંધી પણ આવશે ગુજરાત.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં જાહેરસભાઓ ગજવશે, શરૂઆત 27 તારીખે ધરમપુર ખાતે પ્રિયંકાની જાહેરસભાથી થશે.

પ્રિયંકા ગાંધીની જાહેરસભાનો કાર્યક્રમ / @AnantPatel1Mla

લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ દરેક પાર્ટીઓ એ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, હવે જયારે ગુજરાતમાં મતદાનને લગભગ 2 અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી સભા ગજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. પણ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો સામે ઇન્ડિયા ગઠબંધન પણ પ્રચારકો પોતાનું જોર લગાવતા જોવા મળશે.

આમ જોવા જઈએ તો ગુજરાત વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. લોકસભાની છેલ્લી 2 ટર્મ એટલે કે 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26 એ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. એકપણ બેઠક પર કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી ફાવી ન હતી. આ વખતે પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવવાની આશા વ્યક્ત કરી છે. કેટલીક બેઠકો એવી છે જેમાં ભાજપને સ્થાનિક ઉમેદવારો મથાવી શકે છે. જે પૈકીની એક બેઠક છે દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક કે જ્યાં આ વખતે કોંગ્રેસે વાંસદાના સીટિંગ ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. જેઓ ભાજપના ધવલ પટેલ સામે મજબૂત ટક્કર આપી શકે તેમ છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી / @priyankagandhi

વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આગામી 27 એપ્રિલના રોજ ધરમપુર આવી રહ્યા છે. ધરમપુરના દરબારગઢમાં પ્રિયંકા ગાંધીની જાહેરસભા સવારે 10 વાગે યોજાશે. આ અંગેની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયા થકી કરી હતી. અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "અનંત પટેલ કે સંઘર્ષમેં સાથ દેને આ રહી હૈ પ્રિયંકા જી"

પ્રિયંકા ગાંધીના આગમન સમયે ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ધરમપુરના દરબારગઢમાં મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીને સાંભળવા આવશે તેવો આશાવાદ અનંત પટેલે વ્યક્ત કર્યો છે. ખાસ હાલ ગુજરાતમા આપડી રહેલ કાળઝાળ ગરમીને કારણે પ્રિયંકા નો પ્રોગ્રામ સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીના આગમન ને લઈને સ્થાનિક કાર્યકરો અને આગેવાનો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજું કે વલસાડ જિલ્લા માં પ્રથમ વખત પ્રિયંકા ગાંધીનો પ્રવાસ હોવાને કારણે તમામ કોંગ્રેસીઓ તૈયારીમાં લાગી ગયા છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની સાથે સાથે નવસારીની વાંસદા અને ડાંગ વિધાનસભાનો પણ શમાવેશ થાય છે. 

હાલ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related