ADVERTISEMENTs

પ્રિયંકા ચોપરાનો ડીપ ફેક વીડિયો, ચહેરા વહી આવાઝ નયી

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ડીપ ફેકનો શિકાર બની છે. જો કે, આ વખતે જરા જુદા પ્રકારે ડીપ ફેક વીડિયો બનાવાયો છે. પ્રિયંકાનો ચહેરો યથાવત રખાયો છે

Deep Fake Video / google

પ્રિયંકા ચોપરા પણ ડીપ ફેકનો શિકાર

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ડીપ ફેકનો શિકાર બની છે. જો કે, આ વખતે જરા જુદા પ્રકારે ડીપ ફેક વીડિયો બનાવાયો છે. પ્રિયંકાનો ચહેરો યથાવત રખાયો છે પરંતુ તેની લીપ મુવમેન્ટ સાથે સિંક કરી અલગ જ ઓડિયો પ્લે કરાયો છે. જોનારને એવું લાગે છે કે પ્રિયંકા કોઈ માટે પ્રચાર કરી રહી છે.

આ વીડિયોમાં પ્રિયંકા જાણે એવું કહી રહી છે કે હેલ્લો મારું નામ પ્રિયંકા ચોપરા છે. હું એક મોડલ, એકટર અને સિંગર છું. ૨૦૨૩માં એક હજાર લાખ રૂપિયાની કમાણી કરી છે. મેં ફિલ્મો અને ગીતો ગાવાની સાથેસાથે અન્ય રોકાણમાં મારું યોગદાન આપ્યું છે. હું આનો શ્રેય મારી મિત્રને આપું છું. તમે પણ જર અઠવાડિયે રૂપિયા ત્રણ લાખ સરળતાથી કમાઇ શકો છો. આ માટે તમારે આ એક ચેનલ ફોલો કરવાની છે.

દેખીતી રીતે ડીપફેક વીડિયોમાં પ્રિયંકા ચોપરાના ચહેરા સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી. તેના અવાજને બદલાવી નાખવામાં આવ્યો છે. તેના એક જૂના વીડિયોનો ઉપયોગ કરાયો છે. પરંતુ, તેમાં અવાજ બદલી નખાયો છે.

આ વીડિયો અંગે પ્રિયંકાનું કોઈ રિએક્શન

આ વીડિયો અંગે પ્રિયંકાનું કોઈ રિએક્શન તત્કાળ સામે આવ્યું નથી.આ અગાઉ રશ્મિકા મંદાના, કાજોલ, સારા તેંડુલકર જેવી જાણીતી હસ્તીઓના ડીપફેક વીડિયો અને ફોટો વાયરલ થતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગરબા રમતો ડીપ ફેક વીડિયો વાયરલ થયો હતો. ડીપફેક મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ અંગે કાયદો બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related