ડિઝનીનેચર 22 એપ્રિલ, 2024 ના રોજ વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)પર એશિયામાં વાઘની આસપાસ કેન્દ્રિત આગામી ડોક્યુમેન્ટરી ફિલ્મ શરૂ કરી રહ્યું છે. આ ફિલ્મનું નરેશન લોસ એન્જલસ સ્થિત ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ દ્વારા કરવામાં આવશે.
ડિઝનીનેચરની પહેલી રિલીઝ 'અર્થ' ના બરાબર 15 વર્ષ પછી આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા જોનાસ ભારતના જંગલોમાં તેના બચ્ચાઓનો ઉછેર કરતી એક વાઘણ(Tigress) અંબર સ્ટોરી નેરેટ કરશે. જે દર્શકોને એક અદભુત અનુભવ કરાવશે.
https://www.instagram.com/p/CrWQNPfvEIU/?hl=en
આ વિષે વાત કરતા પ્રિયંકા એ જણાવ્યું, "આટલી ખાસ વસ્તુનો ભાગ બનવું અને મારા દેશમાંથી આવતા આ શાનદાર પ્રાણીની વાર્તા કહેવી તે અદ્ભુત અનુભવ છે. મારા માટે આ ખુબ જ ગર્વની વાત છે. "વાઘ હંમેશાથી મારુ પ્રિય પ્રાણી છે અને હું એવું અનુભવું છું, જેમકે મારા અને માદા વાઘ (Tigress) વચ્ચે સામ્યતા છે, હું પણ મારા પરિવાર નું રક્ષણ કરું છું. અંબરની સફર એવી વસ્તુ છે, જે મને લાગે છે કે દરેક માતા સાથે સંબંધિત હશે.
આ ફિલ્મ દર્શાવે છે કે, કેવી રીતે અંબર તેના રમતિયાળ અને તોફાની બચ્ચાઓને જંગલના જોખમોથી સુરક્ષિત રાખવા માટે તેનાથી થતું બધું જ કરે છે, જેમાં અજગર, રીંછ અને નર વાઘ જેવા શિકારીઓનો પણ સમાવેશ થાય છે, આ બધા પ્રાણીઓ અન્ય જાનવરોના બચ્ચાઓ પર હુમલો કરવા અને મારવા માટે જાણીતા છે.
https://www.instagram.com/p/C4iryfHrJrH/?hl=en
આ ફિલ્મનું નિર્દેશન માર્ક લિનફિલ્ડ દ્વારા કરવામાં આવ્યું છે, અને વેનેસા બર્લોવિટ્ઝ અને રોય કોનલી દ્વારા સહ-નિર્દેશન કરવામાં આવ્યું છે, જેમાં fast-paced action sequences તેમજ intimate moments ને કેમેરામાં કંડારવામાં આવી છે. જેના માટે અંદાજિત 1500થી વધુ દિવસોજેટલો સમય લાગ્યો છે. આ ફિલ્મનું સ્ટ્રીમિંગ 22 એપ્રિલથી ડિઝની પ્લસ પર શરૂ થશે.
આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઉપરાંત, પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ્સમાં રુસો બ્રધર્સની ફિલ્મ 'ધ બ્લફ' અને 'હેડ્સ ઓફ સ્ટેટ' નો સમાવેશ થાય છે. તે તેની એમેઝોન પ્રાઇમ સિરીઝ 'સિટાડેલ' ની સીઝન 2 માં પણ અભિનય કરી રહી છે.
'ટાઇગર' ની સાથે, ડિઝની+ 'ટાઈગર્સ ઓન ધ રાઇઝ' પણ સ્ટ્રીમ કરશે, જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. જે વાઘની વસ્તીમાં થયેલ નોંધપાત્ર સુધારાની બાબતને બખૂબી રજુ કરે છે. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, "આ વાર્તાના હીરો પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને કોમ્યુનિટી પેટ્રોલિંગ છે, કે જેઓ એ વાત સુનિશ્ચિત કરે છે કે, વાઘ અને સામાન્ય લોકો સાથે મળીને રહી શકે છે."
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login