મહાન દક્ષિણ ભારતીય સંત તિરુવલ્લુવરની વિશાળ પ્રતિમાનું અનાવરણ ફ્રાંસના સેર્ગી શહેરમાં કરવામાં આવ્યું છે.ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાને ભારત અને ફ્રાંસ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું સુંદર ઉદાહરણ ગણાવ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે,‘જ્યારે વડાપ્રધાન મોદી જુલાઈમાં બેસ્ટિલ ડેના દિવસે પેરિસ ગયા હતા ત્યારે તેમણે આ પ્રતિમા સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે પ્રતિમાનું અનાવરણ કરીને ફ્રાંસની સરકારે વડાપ્રધાન મોદીની આ ઈચ્છા ટૂંકાગાળામાં જ પૂરી કરી છે.’
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તિરુવલ્લુવરની આ પ્રતિમા અસંખ્ય લોકોને તેમના ઉમદા વિચારોને અનુસરવાની પ્રેરણા આપશે. આ માત્ર એક પ્રતિમા નથી પરંતુ ભારત અને ફ્રાંસ વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધોનું બીજું પ્રતીક છે.આ પ્રતિમા વિશ્વને સંદેશ આપે છે કે ભારત અને ફ્રાન્સ સાચા મિત્રો છે.
ઈ.સ પૂર્વે પહેલી સદીમાં જન્મેલા તિરુવલ્લુવરની આ પ્રતિમા રાજધાની પેરિસ પાસેના સેર્ગી શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં સેર્ગીના મેયર જીંડન અને પુડુચેરીના મંત્રી કે લક્ષ્મીનારાયણ અને અન્ય અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. ફ્રાંસમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે ટ્વીટ કરીને પ્રતિમાના ઉદ્ઘાટનની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સંત તિરુવલ્લુવર ઉત્તર ભારતમાં તુલસીદાસ, સુરદાસ, કબીર અને રસખાન જેવા કવિઓ જેટલો જ દરજ્જો ભોગવે છે. દક્ષિણ ભારતમાંતેમના લખેલા ગ્રંથો અને સંગ્રહો રામચરિતમાનસની જેમ વાંચવામાં આવે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login